AAPનો આજે અમદાવાદમાં રોડ શો

AAPનો આજે અમદાવાદમાં રોડ શો
AAPનો આજે અમદાવાદમાં રોડ શો
આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે અમદાવાદમાં ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. બંને નેતાઓ આજથી બે દિવસ અમદાવાદની મુલાકાતે છે. તેમણે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.તે ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. આજે સાંજે 4 વાગ્યે નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગરબ્રિજ સુધી રોડ શો યોજવાના છે.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાને પગલે ગુજરાતમાં પણ આવી કોઇ ઘટના ન બને તેના માટે તેમની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.ગાંધી આશ્રમની મુલાકાતને પગલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. સવારથી જ ગાંધી આશ્રમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આશ્રમમાં આવનારા દરેક વ્યક્તિને ચેક કરવામાં આવ્યા હતા તેઓની પુછપરછ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ, 2 DCP અને એસીપી સહિતના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ સમગ્ર હદયકુંજ નિહાળ્યું હતું. ત્યારબાદ તેમણે રેંટિયો કાત્યો હતો.કેજરીવાલ અને ભગવંત માન ગત રાતે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા તેઓ સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટલ પર પહોંચ્યા હતા. કેજરીવાલ અને ભગવંત માનની મુલાકાતને પગલે આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટાં બેનરો અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા બેનરો ઉતારી લેવામાં આવતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે. શુક્રવારે બપોરે પણ અસારવા વિસ્તારમાં આ રીતે બેનર ઉતારી લેવાતાં હોબાળો મચ્યો હતો. ત્યારે ગઇકાલે મોડી રાત્રે પણ કોર્પોરેશનની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં બેનરો ઉતારીને ગાડીઓમાં ભરી લેવાતાં કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે બંને નેતાઓની અમદાવાદની મુલાકાતથી ભાજપ સરકાર ડરી ગઈ છે.તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો.

Read About Weather here

આથી રોડ-શો અને ગુજરાતની મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા ગુજરાત AAPના નેતાઓ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી સુરક્ષામાં વધારો કરવાની માગ કરી હતી. આજે રોડ શો બાદ આવતીકાલે 3 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જશે. તાજ સ્કાયલાઇન હોટલમાં જ તેઓ ચૂંટણી અંગે બેઠકો કરશે. સાંજે 6 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.ત્યાર બાદ તેઓ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here