AAPના નેતાઓ આક્રમક મૂડમાં…!

AAPના નેતાઓ આક્રમક મૂડમાં...!
AAPના નેતાઓ આક્રમક મૂડમાં...!
આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે,જેલમાં આવ્યા એનો અમને આનંદ છે. જેલમાં રહીને પણ નવયુવાનો માટે લડતા હતા. આખો દિવસ આ મામલે પણ ચર્ચાઓ કરતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓ-કાર્યકર્તાઓની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

છેલ્લા 11 દિવસથી જેલમાં રહેલા ‘AAP’ના નેતાઓ અને કાર્યકર્તાઓના જામીન ગાંધીનગર સેશન કોર્ટે મંજૂર કરતાં આજે સવારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના તમામ 55 નેતાઓ સાબરમતી જેલમાંથી બહાર આવ્યા છે. જેલના દરવાજે પરિવારજનો આતુરતાથી તેમની બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા.

ગાંધીજીએ પણ સાબરમતી જેલમાં આવીને દેશમાં આંદોલન કર્યા હતા.ગાંધીજીની આત્મકથા અમે જેલમાં રહીને વાંચી છે. ભાજપ સરકારને હું કહેવા માગું છું. પેપર કાંડમાં હજી સુધી મુખ્ય આરોપીઓ ફરાર છે

અને હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા નથી. ગુજરાતના નવ યુવાનોના માતા-પિતાને વચન આપીએ છીએ કે અમે નવયુવાનો માટે જેલમાં ગયા છીએ તમે અમને સાથ આપજો અને કોઈ વાતમાં ભરમાશો નહી.

જ્યારે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપના ભ્રષ્ટાચાર કરવા વાળા મહેલમાં છે અને લડવાવાળા જેલમાં છે. આ લડાઈ અમારી ચાલુ જ રહેશે. ભાજપના મિત્રોને હું કહેવા માગું છું કે અમે જેલથી ડરવાવાળા નથી.

જો અમને આવી રીતે 25 દિવસ પણ જેલમાં નાખશો તો અમે ડરીશું નહીં ભાજપના અસિત વોરાનું રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી અમે લડતાં રહીશું અને આ જ રીતે ગુપ્ત આયોજન કરી અને લડાઈને ચાલુ રાખીશું.

સાબરમતી જેલમાંથી 12 જેટલા કાર્યકતાઓ મુક્ત થયા છે. જેમનું ઢોલ નગારા અને ફુલહાર પહેરાવી અને સ્વાગત કરવામા આવ્યું હતું.આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પ્રવિણ રામ સહિતના નેતાઓ જેલમાંથી મુક્ત હતા તેઓને ફુલહાર પહેરાવી

અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઢોલ-નગારા સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લડેગે જીતેંગે, આમ આદમી પાર્ટી ઝીંદા બાદ સહિતના નારા લગાવીને જોરદાર શક્તિ પ્રદર્શન કર્યુ હતુ.

જેલમુક્ત થયા બાદ આપના નેતાઓ ગાંધી આશ્રમમાં દર્શન કર્યા બાદ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ ન્યૂ નરોડા ખાતે પહોંચશે. જ્યાં બેઠક કરીને આંદોલનની આગામી ચર્ચા અને રણનીતિ ઘડશે.

જેલમાંથી બહાર આવનારા નેતાઓનું સ્વાગત કરવા માટે સાબરમતી જેલની બહાર ફૂલોથી AAP WELL COME લખવામાં આવ્યું હતું. બીજી બાજુ, આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ, સંગઠનમંત્રી મનોજ સોરઠિયા સહિતના નેતાઓ પણ સાબરમતી જેલ પહોંચ્યા છે.

જેલની બહાર ઉત્સવ જેવો માહોલ છે. ઢોલ-નગારાં સાથે તૈયારીઓ કરવામાં આવી છે. એમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 65 કાર્યકરમાંથી 10ને જામીન આપ્યા હતા. જ્યારે બાકી રહેલા કાર્યકરોની જામીન અરજી ગુરુવારે સેશન્સ કોર્ટે મંજૂર કરી છે.

Read About Weather here

ત્યાર બાદ AAPના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 28 મહિલા અને 65 પુરુષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here