રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં બનેલી ઘટના
ડીટજરન્ટ પાવડર લેવા ગયેલી બાળાને આરોપી કિશોર દુકાનમાં લઈ જઈ બળજબરી કરી, અટકાયત
શહેરનાં કુવાડવા પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાં ધોરણ – ૩ માં અભ્યાસ કરતી ૮ વર્ષની બાળા ઉપર પાડોશમાં રહેતા અને ધોરણ ૧૧ માં અભ્યાસ કરતા ૧૬ વર્ષના કિશોરે બળજબરી કર્યાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે .
Visit Saurashtra Kranti Homepage here
જેના આધારે કુવાડવા પોલીસે દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી કિશોરને સકંજામાં લીધો હતો .કુવાડવા પોલીસે ફરીયાદ નોંધી તપાસ મહિલા પોલીસ તરફ મોકલી આપી છે .
જે હવે આગળની કાર્યવાહી કરશે . પોલીસ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ આરોપી કિશોર ભોગ બનનારના ઘરની બાજુમાં જ રહે છે અને પોતાનાં મકાનમાં જ કરીયાણાની દુકાન ધરાવે છે અઠવાડીયા પહેલા ભોગ બનનાર તેની દુકાને ડીટર્જન્ટ પાવડર લેવા ગઈ હતી.
ત્યારે દુકાન બંધ હોવાથી મકાનનો દરવાજ ખોલીને જોતા આરોપી કિશોર ફળીયામાં ઉભો હતો . જે ભોગ બનનારને પોતાની દુકાનમાં લઈ ગયો હતો અને ખરાબ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યા બાદ બળજબરી કરી હતી .
એટલું જ નહીં ભોગ બનનારને આ વાત કોઈને નહી કહેવા ધમકી પણ આપી હતી . જેને કારણે ભોગ બનનારે તત્કાળ કોઈને આ વાત કરી ન હતી . બે દિવસ પહેલા તે રડતી હોવાથી માતાએ વિશ્વાસમાં લઈ પુછપરછ કરતા આપવીતી કહી હતી .
Read About Weather here
પરિણામે પરિવારના સભ્યોએ ચર્ચાવિચારણા કર્યા બાદ આખરે ગઈકાલે મોડી રાત્રે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી . જેના આધારે આરોપી કિશોરને સકંજામાં લેવાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here