75 યુધ્ધ વિમાનો સાથે આકાશમાં વાયુ વીરોનું દિલધડક શૌર્ય પ્રદર્શન

75 યુધ્ધ વિમાનો સાથે આકાશમાં વાયુ વીરોનું દિલધડક શૌર્ય પ્રદર્શન
75 યુધ્ધ વિમાનો સાથે આકાશમાં વાયુ વીરોનું દિલધડક શૌર્ય પ્રદર્શન

આજે ભારતીય વાયુ સેનાનો 89મો સ્થાપના દિન
જાંબાઝ વાયુ સેનાને અભિનંદન આપતા વડાપ્રધાન મોદી અને રક્ષા મંત્રી રાજનાથસિંઘ: રાફેલ, મીગ-29, તેજશ જેવા યુધ્ધ વિમાનો સાથે આકાશમાં અવનવા કરતબ: વાયુ સેનાની તાકાત જોઇને દુશ્મનોને પરસેવો, કાર્યક્રમ જોનારા સહુ દંગ થયા

વિશ્ર્વની સૌથી શકિતશાળી પૈકીની એક ગણાતી ભારતીય વાયુ સેનાનો આજે 89મો સ્થાપના દિન છે. આજે વાયુ સેનાના સ્થાપના દિન એટલે કે એરફોર્સ ડે પર પાસેના હિંડલ એર બેઝ પર યોજાયેલા ખાસ કાર્યક્રમમાં ભારતીય

Visit Saurashtra Kranti Homepage here

વાયુ સેનાના જાંબાઝ વાયુ વીરોએ યુધ્ધ વિમાનો અને હેલીકોપ્ટર સાથે એક પછી એક દિલધડક કરતબ બતાવીને જોનારા સહુને દંગ કરી દીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે ભારતીય વાયુ સેનાને અભિનંદન પાઠવ્યા હતા.

હિંડન એર બેઝ પર 75 યુધ્ધ વિમાનો અને હેલીકોપ્ટર સાથે વાયુ સેનાના શૂરવીર જવાનોએ રોમાંચક અને દિલધડક એક પછી એક ફોરમેસન બતાવ્યા હતા અને કમાલના કરતબો કરી દેખાડયા હતા.

એર બેઝ પર હાજર વાયુ સેનાના અધિકારીઓ એમના પરિવારો અને પ્રતિષ્ઠિત નાગરિકોએ તાળીઓના ગળગળાટથી સુરવીર વાયુ યોધ્ધાઓને વધાવી લીધા હતા.

આકાશી કરતબમાં રાફેલ, જેગુઆર અને જેવા અતિઆધુનિક યુધ્ધ વિમાનો, સ્વદેશી તેજશ ફાયટર વિમાન સહિત 75 વિમાનો સાથે વાયુ સેનાના પાયલટોએ શ્ર્વાસ થંભાવી દે તેવા આકાશી કરતબ બતાવ્યા હતા.

એ જોઇને લોકો દંગ રહી ગયા હતા. ધુ્રવ હેલીકોપ્ટર પણ આકાશી ઉજવણીમાં જોડાયું હતું.

વાયુ સેનાના જવાનોએ સમસેર, વિનાસ, તીરંગા જેવા શૌર્યથી ભરપુર આકાશી ફોરમેસનનું શાહસીક કર્યુ હતું. મેઘના અને એકલ્વય ફોરમેસન જોઇને સહુ પુલકીત અને રોમાંચીત થઇ ઉઠયા હતા.

આકાશ ગંગા ટીમે એક પછી એક કરતબ બતાવીને લોકોના દિલ જીતી લીધા હતા અને વાયુ સેનાની તાકાતનું અદ્ભુત પ્રદર્શન કર્યુ હતું.

Read About Weather here

ભારતીય વાયુ સેનાની શકિત, શૌર્ય અને સામર્થય જોઇને દુષ્મનોને જરૂર પરસેવો વળી ગયો હતો એમના ટાંટીયા ઢીલા થઇ ગયા હશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here