70 મહિલા દેહવિક્રય માટે મજબૂર…!!

70 મહિલા દેહવિક્રય માટે મજબૂર…!!
70 મહિલા દેહવિક્રય માટે મજબૂર…!!
મહિલાઓને ગુમનામ ગલીમાંથી મુક્ત કરવા પ્રયાસ કરતા પિયર એજ્યુકેટરના સરવેમાં ઘટસ્ફોટ

Visit Saurashtra Kranti Homepage here

લોકડાઉનના દોઢ વર્ષ વીતી ગયા બાદ પણ આ શબ્દથી ઘણા લોકો પીડાઈ રહ્યા છે. અચાનક ધંધા-વ્યવસાય બંધ થયા, ઘણા પરિવારોને મહિનાઓથી અલગ રહેવું પડ્યું. રોજ કમાઈને રોજ ખાનારાની હાલત બગડી, પણ લોકડાઉનને કારણે દેહવ્યાપારની ગુમનામ ગલીઓમાં જવા મજબૂર થવું પડ્યું હોય

એનાથી વરવું પરિણામ બીજું કશું ન હોઇ શકે. આ સૌથી ખરાબ પરિણામનો ભોગ બની છે રાજકોટ શહેરની એક બે નહીં પણ 70 લાચાર મહિલા.

એઈડ્સ પ્રિવેન્શન ક્લબના ચેરમેન અરુણ દવેએ વિગત આપતાં જણાવ્યું હતું કે સેક્સવર્કરને શોધીને તેમને માર્ગદર્શન આપી તેમજ નિયમિત આરોગ્ય તપાસ કરાવીને દેહવ્યાપારના ધંધામાંથી બહાર આવવા માટે સરકારે પિયર એજ્યુકેટર નીમ્યા હોય છે.

જેઓ આ વ્યવસાયમાં જોડાતી મહિલાઓની નોંધ કરતા રહે છે અને તેને આધારે તેમની સંસ્થા મહિલાઓને દેહવ્યાપારમાંથી બહાર કાઢવા કાઉન્સેલિંગ કરે છે.

રાજકોટમાં 12 પિયર એજ્યુકેટર છે અને તેમની નોંધણીમાં જોવા મળ્યું હતું કે લોકડાઉનમાં આર્થિક ભીંસ અને કોઇ મદદ કે રસ્તો ન દેખાતાં શહેરની 70 મહિલા દેહવિક્રય કરવા મજબૂર બની હતી. આ તમામનું હાલ કાઉન્સેલિંગ ચાલુ છે.

આ મહિલાઓ તેમજ અન્ય વર્કર સહિતનું કાઉન્સેલિંગ કરી અત્યારસુધીમાં 17ને સમજાવીને તેમજ કિટ અને અન્ય સહાય આપી દેહવિક્રયમાંથી છોડાવી છે.

શહેરની એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા, સાસરિયાંએ હેરાન કરી અને પછી તો પતિએ પણ સાથ ન આપતાં પિયર આવી ગઈ. આ દરમિયાન જ લોકડાઉન આવ્યું અને માતા-પિતાની તમામ આજીવિકા છીનવાઈ ગઈ.

લાખ કોશિશ કરવા છતાં બે છેડા ભેગા થતા ન હતા અને કોઇ કામ મળતું ન હતું. આખરે યુવતીએ નોકરી મળી ગઈ, એવું બહાનું કાઢ્યું અને પોતાનો દેહ વેચીને આર્થિક સંકડામણ દૂર કરવા પ્રયાસ કર્યો.

જોકે આ યુવતી સંસ્થાને મળી આવતાં 3 મહિનામાં તેને દેહવિક્રયમાંથી બહાર કાઢી, હાલ તે યુવતી છૂટક મજૂરી કરે છે, પણ સન્માનભેર જીવી રહી છે.

એક મહિલાએ જણાવ્યું હતું કે લોકડાઉન લાગુ થતાં કામ બંધ થતાં પતિને મજૂરી મળવાની બંધ થઈ હતી. બચત કોઇ હતી નહીં અને જે પણ કરિયાણું હતું એ પણ ખૂટી ગયું. લોકડાઉનમાં બીજા કોઇ કામધંધા ન મળતાં મજબૂર બનીને તે દેહવિક્રય કરવા મજબૂર બની હતી.

Read About Weather here

એઈડ્સ પ્રિવેન્શન ક્લબ સામે પોતાની વાત મૂકતાં જ સંસ્થાએ ત્યારે જ રેશનકિટની વ્યવસ્થા કરી આપી અને તેના પતિને કોઇ ને કોઇ કામ મળી રહે ત્યાં સુધી અનાજ પૂરું પાડ્યું હતું, જેથી તે મહિલા દેહવિક્રયમાંથી બહાર આવી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here