6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ, બિહાર અને છત્તીસગઢમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનમાં 200 નાના-મોટા ડેમ અને મધ્યપ્રદેશમાં લગભગ 50 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ગંગા ભયડનકના નિશાનથી ઉપર વહી રહી છે. આ તરફ બિહારમાં ગંગા નદી ભયજનક નિશાનની નજીક છે. હિમાચલ પ્રદેશમાં અચાનક પૂર અને લેન્ડ સ્લાઇડની 36 ઘટનાઓમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે.આ તમામ રાજ્યોમાં મંગળવારે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. એટલે કે આગામી 48 કલાક સુધી વરસાદથી રાહત મળવાની કોઈ આશા નથી.મધ્યપ્રદેશમાં છેલ્લા 48 કલાકથી વરસાદ પડી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌથી વધુ વરસાદ ભોપાલમાં પડ્યો છે. 16 વર્ષ પછી, ઓગસ્ટમાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ભોપાલમાં રવિવારે સવારે 8:30 વાગ્યાથી સોમવારે રાત્રે 8:30 વાગ્યા સુધીના 36 કલાકમાં 14.18 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે ભોપાલમાં અત્યાર સુધીમાં 66.50 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. આ સિઝનના 42 ઇંચના ક્વોટા કરતાં 23 ઇંચ વધુ છે. તેણે આગામી ચોમાસાની સિઝનની અડધી જરૂરિયાત પૂરી કરી દીધી છે. છેલ્લા 48 કલાકમાં પડેલા વરસાદને કારણે રાજ્યમાં સિઝનનો 20.35 ઈંચ વરસાદ નોંધાયો છે. કોટામાં 20.47 ઈંચ વરસાદ નોંધાયો છે. આંકડાકીય રીતે આ 25.80% વધુ છે.

Read About Weather here

તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પડેલા4 વરસાદને કારણે 716 નાના-મોટા ડેમમાંથી 200થી વધુ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. રાજધાની જયપુરની વાત કરીએ તો સિઝનના વરસાદનો ક્વોટા પૂરો થઈ ગયો છે. અહીં સિઝનમાં 19.78 ઈંચ વરસાદ પડે છે, જ્યારે 19.79 ઈંચ વરસાદ પડી ગયો છે.આગામી 24 કલાકમાં શું થશેઃ રાજસ્થાનમાં પણ આગામી 2 દિવસ માટે એલર્ટ છે. 23 ઓગસ્ટે ઉદયપુર, સિરોહી, પાલી, જાલોર, બાડમેર, જેસલમેરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. ડુંગરપુર, રાજસમંદ, નાગૌર, જોધપુરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. 24મી ઓગસ્ટે જેસલમેર, બાડમેર, જાલોર, જોધપુરમાં પણ યલો એલર્ટ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here