56 બિઝનેશ ઓપરેટરની ચકાસણી. 40 કિ.ગ્રા. પ્રિપેડ ફૂડનો નાશ

56 બિઝનેશ ઓપરેટરની ચકાસણી. 40 કિ.ગ્રા. પ્રિપેડ ફૂડનો નાશ
56 બિઝનેશ ઓપરેટરની ચકાસણી. 40 કિ.ગ્રા. પ્રિપેડ ફૂડનો નાશ

મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા

મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા વન વિક વન રોડ અંતર્ગત યાજ્ઞિક રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 18 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

ચકાસણી દરમ્યાન પ્રિપેર્ડ ફુડ 09 કિ.ગ્રા. જેટલો જ્થ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ અને 4 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.જાહેર આરોગ્ય હિતાર્થે મેઘાણી રંગભવન પાછળ, ભક્તિનગર હોકર્સ ઝોન તથા યુનિવર્સિટી રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ.

જેમાં કુલ 38 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન પ્રિપેર્ડ ફુડ 31 કિ.ગ્રા. જેટલો જ્થ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ્ અને 1 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

ઇમ્પિરીયલ હોટલ, યાજ્ઞિક રોડ ખાતે પુરણપુરી તેમજ પીઝા બેઇઝ 3 કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ. તેમજ ભોયતળીયાની સફાઇ, ડસ્ટબીન કવર રાખવા, બિનજરૂરી પેકેજીંગ મટીરીયલ્સ તેમજ પ્રિપેર્ડ ફુડ ના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીગ કરેલ ન

હોવા બાબતે નોટીસ આપેલ) ટોમેટો રેસ્ટોરન્ટ, યાજ્ઞિક રોડ ખાતે વાસી ગ્રેવી 3 કિ.ગ્રા., બોઇલ્ડ નુડલ્સ 1 કિ.ગ્રા., બોઇલ્ડ રાઇસ 2 કિ.ગ્રા. નાશ કરેલ તથા હાઇજીન બાબતે તેમજ પ્રિપેર્ડ ફુડ ના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીગ કરેલ ન

હોવા બાબતે નોટીસ આપેલ. હોટલ બીઝ, યાજ્ઞિક રોડ ખાતે ચકાસણી કરી હાઇજીનીક ક્ધડીશન બાબતે નોટીસ આપેલ. ગેટવેલ મેડીસિન્સને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

યાજ્ઞિક રોડ પર પટેલ ડેરી પ્રોડક્ટ પ્રા. લી (છાસવાલા), એ ટુ ઝેડ પાન સેન્ટર, મોમાઇ ટી સ્ટોલ એન્ડ રેસ્ટોરન્ટ, વિધી ફાસ્ટફુડ, આરાધના ટી સ્ટોલ, એ.બી.સી. મેડીકલ સ્ટોર, જય સિયારામ પેડા, કૈલાશ પાન ખાતે,

Read About Weather here

અનામ ઘુઘરા, બાપા સિતારામ વડાપાઉં, ચાવાલા, રાજમંદિર કોલ્ડ્રીંક્સ, સંતોષ ભેળ, પેન્ગવીન કોલ્ડ સેન્ટર ખાતે ચકાસણી કરવામાં આવેલ તેમ જણાવ્યું છે.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here