50 લાખનું દેણું કરી પતિ ભાગી ગયો…!

પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી
પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી
રાજકોટની હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નર્સ તરીકે નોકરી કરતી જાનકીબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, ધારીમાં ગામે રહેતા અને દવાનો હોલસેલનો વેપાર કરતા પતિ હાર્દિક સાથે સાત વર્ષ પહેલા લગ્ન થયા છે. રાજકોટના મોરબી રોડ, અમરનાથ સોસાયટી-1માં રહેતી જાનકીબેને અમરેલીના ધારી ગામે રહેતા પતિ હાર્દિક, સસરા હર્ષદભાઇ ચંપકભાઇ ઠાકર, સાસુ ઇલાબેન અને નણંદ ખુશાલીબેન તેજશભાઇ શર્મા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

લગ્ન બાદ પોતાની નોકરી તેમજ પતિનો ધંધો રાજકોટમાં હોય અહીં રહેવા આવી ગયા હતા.છ મહિના બાદ પતિ સામાન્ય બાબતોએ ઝઘડા કરી પોતાનો પૂરો પગાર લઇ લેતા હતા. ધારીથી સાસુ-સસરા રાજકોટ આવે ત્યારે સાસુ તું અમને સાચવતી નથી, તારી નોકરી જ કર્યા કરે છે. સસરા પણ કહેતા કે, તારા પપ્પાએ કંઇ આપ્યું નથી તો પિયરથી કરિયાવર લઇ આવવા દબાણ કરતા હતા. દરમિયાન ઘરે કેટલાક લોકો નાણાંની ઉઘરાણીએ આવતા ખબર પડી કે પતિ હાર્દિકે પોતાના નામે લોન લઇ 50 લાખનું દેણું કર્યું છે. આ મુદ્દે પતિને વાત કરતા ગાળો ભાંડી પિયરથી પૈસા લઇ આવવા દબાણ કરતા.

Read About Weather here

બાદમાં જાણવા મળ્યું કે, પતિ દારૂની લતે તેમજ કોઇ મહિલા સાથે આડા સંબંધ છે.પોતે નોકરીએ ગયા બાદ પતિ પોતાને તેમજ બંને બાળકને તરછોડીને જતા રહ્યા હતા. ફોન કરી પતિને પૂછતા તે ધારી પહોંચી ગયા છે, હવે તે રાજકોટ નહિ આવે તેમ કહ્યું હતું. જેથી સાસુ-સસરાને તમારા દીકરાએ મારા નામની લોન લઇ દેણું કરી દીધાની વાત કરી હતી. બાદમાં પતિને સમાધાન માટે ફોન કરતા તેઓ લાજવાને બદલે ગાજવા લાગી તને અને તારા માતા-પિતાને ઘરે આવી સળગાવી નાંખવાની ધમકી આપતા પોલીસમાં અરજી કરી ફરિયાદ નોંધાવી છે. જેથી સસરાએ મારો દીકરો પૈસા નહિ ભરે તારે જે કરવું હોય તે કરી લે, તું તારા માતા-પિતાના ઘરે જતી રહે તેમ કહી કાઢી મૂકતા રાજકોટ પરત આવી ગઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here