આરોપી નશામાં હતો. બાળકીને સારવાર માટે ગ્વાલિયર મોકલવામાં આવી છે. બાળકીની સ્થિતિ નાજૂક છે. મધ્યપ્રદેશના શિવપુરીમાં પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ 5 વર્ષના દીકરી ઉપર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.પોલીસે આરોપી પિતાની સામે કેસ દાખલ કરી તેને જેલમાં મોકલી આપ્યો છે. આ ઘટના કોતવાલી પોલિસ સ્ટેશનની છે, જ્યાં મંગળવારે રાત્રે સીતા જાટવે પતિ સામે કેસ નોંધાવ્યો હતો. સીતાએ પોલીસ સમક્ષ કહ્યું કે તેનું પિયર ગામ બડૌદીમાં છે,અને કોલારસમાં તેનું સાસરું છે.
Visit Saurashtra Kranti Homepage here
તેને એક દીકરો અને એક દીકરી છે.સીતાએ કહ્યું કે પતિ મનોજ જાટવ સાથે થયેલા વિવાદ બાદ તે પિયર જતી રહી હતી. ત્યારબાદ મનોજ નશામાં તેને લેવા બડૌદી આવ્યો હતો અને સાથે આવવા વાત કહી હતી. જોકે તે નશામાં હોવાથી તેની સાથે જવાનો ઈન્કાર કર્યો હતો.પત્ની દ્વારા ઈન્કાર કરવામાં આવતા મનોજ ખૂબ જ ગુસ્સે થયો હતો અને પોતાની સાથે લાવેલ બોટલથી દીકરી નૈના (5 વર્ષ) પર પેટ્રોલ છાટ્યું હતું અને આગ ચંપી કરી હતી.
Read About Weather here
ઈજાગ્રસ્ત નૈનાને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિ ગંભીર સ્થિતિ જોઈ ગ્વાલિયર રેફર કરવામાં આવી છે. ડોક્ટરનું કહેવું છે કે તે આશરે 75 ટકા દાઝી ગઈ છે. તેને લીધે તેની સ્થિતિ નાજુક છે. પોલીસે મનોજની ધરપકડ કરીને જેલ મોકલી આપ્યો હતો.આ જોઈ સીતા અને તેનો દીકરો રાજ તેને બચાવવા વચ્ચે આવ્યા હતા. જોકે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here