5 મિલકતો સીલ, 21 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ: 23.90 લાખની રીકવરી

5 મિલકતો સીલ, 21 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ: 23.90 લાખની રીકવરી
5 મિલકતો સીલ, 21 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ: 23.90 લાખની રીકવરી

મનપાની વેરા વસુલાત શાખા દ્વારા કરાઈ કામગીરી: સેન્ટ્રલ ઝોનમાં 3 મિલકતો અને ઇસ્ટ ઝોનમાં 2 મિલકતો સીલ: સેન્ટ્રલ ઝોનમાં 9, વેસ્ટ ઝોનમાં 7 અને ઇસ્ટ ઝોનમાં 5 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ અંતગર્ત કુલ 5 મિલકતો સીલ કરેલ, 21 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ તથા રૂ. 23.90 લાખની રીકવરી કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં- 1માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 3-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.86 લાખ. વોર્ડ નં- 6 માં પારૂલ કોમ્પ્લેક્ષમાં 1-યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.10 લાખ. વોર્ડ નં- 7માં ટાગોર રોડ પર આવેલ KMK કલાસીસના યુનિટને બાકી માંગણી સામે સીલ કરેલ છે. ભક્તિનગર સ્ટેશન પ્લોટ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 15.25 લાખ. વોર્ડ નં- 15માં કોઠારીયા રીંગ રોડ પર 2-યુનિટના બાકી માંગણી સામે રીકવરી રૂ. 1.90 લાખ. વોર્ડ નં- 16માં પટેલ નગરમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 55 હજાર. વોર્ડ નં- 17માં પરમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 8-યુનિટને નોટીસ આપેલ છે અને રૂ. 2.60 લાખ. વોર્ડ નં- 18માં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 64 હજાર રીકવરી.

Read About Weather here

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here