45 વર્ષની મહિલા 47 લાખ રૂપિયા લઇ ભાગી ગઈ

45 વર્ષની મહિલા 47 લાખ રૂપિયા લઇ ભાગી ગઈ
45 વર્ષની મહિલા 47 લાખ રૂપિયા લઇ ભાગી ગઈ
ઇન્દોરના ખજરાના પોલીસ સ્ટેશન1માં એક મહિલા ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના હાજી કોલોનીની છે. અહીં રહેતી એક સુખી-સંપન્ન પરિવારની મહિલા અચાનક ઘરમાંથી ગાયબ થઇ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

મહિલાની ઉંમર લગભગ ૪૫ વર્ષ છે. તેના પતિનું કહેવું છે કે તે પોતાનાથી લગભગ ૧૩ વર્ષ નાના રિક્ષા ડ્રાઇવર પ્રેમી સાથે ભાગી ગઈ છે. સાથે ઘરમાંથી લાખો રૂપિયા, ઘરેણા પણ લઈ ગઈ છે.

પતિની ફરિયાદ પર હવે પોલીસ અને પરિવારના સભ્યો વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાથી તપાસ કરી રહ્યા છે. જેથી કોઇ સાબિતી મળી શકે.

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં સુખી સંપન્ન પરિવારની એક પરિણીત મહિલા પોતાના પતિને છોડીને ૧૩ વર્ષ નાના રિક્ષા ડ્રાઇવર સાથે ભાગી ગઈ છે.

તે તેના પતિની જીવનભરની કમાણી ૪૭ લાખ રૂપિયા પણ લઇ ગઈ છે. હવે પતિ પરેશાન છે. તેણે પત્નીની ગુમ થવાની ફરિયાદપોલીસમાં નોંધાવી છે.

પોલીસ તે મહિલાના મોબાઇલ ફોન લોકેશનના આધારે જાવરા, રતલામ અને ઉજ્જૈનમાં રેડ કરી રહી છે. બંને સતત પોતાનું લોકેશન બદલી રહ્યા છે.

આ જ કારણે બંને હજુ સુધી પોલસની પકડથી દૂર છે. મહિલા જે પરિવારની છે તે ઘણો સુખી અને સંપન્ન છે. પિયરના લોકો પણ ઘણા અમીર છે.

પરિવારના સભ્યોએ હાલમાં જ એક જમીનનો સોદો કર્યો હતો. પતિનું કહેવું છે કે તેના બદલામાં ૪૭ લાખની રકમ મળી હતી. જે તિજોરીમાં રાખ્યા હતા. તેનો વહીવટ પણ મહિલા જ કરતી હતી.

મહિલાના પતિએ પોલીસને જે નિવેદન આપ્યું છે તે પ્રમાણે પતિ ઘરેથી લગભગ આઠ દિવસથી ગાયબ છે. શરૂઆતમાં જયારે તે ઘરમાં ના મળી તો તેના મોબાઇલ પર ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

જોકે ફોનથી સંપર્ક થઇ શકયો ન હતો. જયારે ઘરની અંદર જોયું તો તિજોરીમાં રાખેલા પૈસા અને ઘરેણાં પણ ગાયબ હતા. બીજી તપાસ કરી તો ખબર પડી કે મહિલા એક રિક્ષા ડ્રાઇવર સાથે પ્રેમમાં હતી.

Read About Weather here

મહિલાના ગુમ થયા પછી તે પણ ગાયબ છે. જેથી પરિવારની આશંકા છે કે બંને એક સાથે ગુમ થયા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here