40 લોકોને ફૂડ પોઇઝનિંગ…!

40 લોકોને ફૂડ પોઇઝનિંગ…!
40 લોકોને ફૂડ પોઇઝનિંગ…!
આ પરિવાર દ્વારા લગભગ 70 જેટલા લોકોને નોતર્યા હોય જમણવાર રાખવામાં આવ્યો હતો. ટંકારાના મિતાણામાં મુસ્લિમ પરિવારને ત્યાં શ્રીમંત પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.ગઈકાલે બપોરે તમામ લોકોએ મીઠાઈ આરોગ્ય બાદ 40 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થતા રાજકોટ તેમજ વાંકાનેરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ ફૂડ પોઇઝનિંગમાં સૌથી વધુ સંખ્યા બાળકોની છે.ઉનાળાના આકરા તાપ વચ્ચે મીઠાઈ બગડી ગઈ હોવાની શક્યતા હોઈ શકે છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,મિતાણામાં રહેતા સલીમભાઈ જેમલભાઈ ઠેબા ને ત્યાં ગઈકાલે બપોરે શ્રીમંત પ્રસંગ હતો ત્યાં લગભગ 70 જેટલા લોકોનું જમણવાર કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

બપોરના બે વાગ્યે જમણવાર પૂરો થયા બાદ 25 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગને લીધે ઝાડા ઉલટી થતા રાજકોટ તેમજ વાંકાનેર સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.સારવારમાં રહેલા લોકોમાં રાજકોટના ગંજીવાડામાં રહેતા નાઝીર યુનુસભાઈ જૂણેજા(ઉ.વ.9), આરઝૂ યુનુસભાઈ રાઉમા(ઉ.વ.11), અબ્બાસ યુનુસભાઈ(ઉ.વ.5), સરીફાબેન યુનુસભાઈ(ઉ.વ.45), સુરેન્દ્રનગરના રિઝવાન સિકંદરભાઈ મકવાણા(ઉ.વ.5),સુહાન સિકંદરભાઈ(ઉ.વ.7), ચોટીલાના રુકસાનાબેન જાવીદભાઈ(ઉ.વ.49), વાંકાનેરના હસીનાબેન મહેબુબભાઈ નારેજા(ઉ.વ.48), કુલસુમબેન અબ્દુલભાઈ નારેજા(ઉ.વ.40), આફતાબ સિકંદર(ઉ.વ.11), નસીમબેન સિકંદર(ઉ.વ.40), અલવીના(ઉ.વ.15), સોનુ સમીરભાઈ(ઉ.વ.27), માહિમ(ઉ.વ.5), સુહાનાબેન(ઉ.વ.12) અને ફિરોઝાબેન(ઉ.વ.5)ને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

Read About Weather here

પરિવારના જણાવ્યા મુજબ પ્રસંગમાં હરબટીયાળીની કૈલાસ ડેરીથી મીઠાઈ મંગાવવામાં આવી હતી.મીઠાઈ ખાધા બાદ તમામને ઝાડા-ઉલટી થયા હતા. આ મામલે આરોગ્ય તંત્ર દ્વારા ડેરીએ પહોંચી મીઠાઈના નમૂના લેવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેમ છે.ઉલ્લેખનીય છે કે, ઉનાળાના આકરા તાપ વચ્ચે મીઠાઈ બગડી ગઈ હોવાની શક્યતા હોઈ શકે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here