પર્સેફોન અગાઉ સૌથી વધારે પગવાળો જીવ કેલિફોર્નિયામાં મળી આવ્યો હતો. તે 750 પગ ધરાવે છે. તે પણ મિલીપીડ જીવ હતો. તેનું નામ ઈલૈક્મે પ્લેનિપેસ છે. ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોએ 1306 પગ ધરાવતા એક દુર્લભ જીવની શોધ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ જીવ એક પ્રકારે મિલીપીડ છે. એક હજારથી પણ વધારે પગ ધરાવતો તે વિશ્વનો એકમાત્ર જીવ છે. તેને પૃથ્વીના પેટાળમાં 200 ફૂટ ઊંડાઈએથી શોધવામાં આવ્યો છે. આ જીવ 95.7 મિલીમીટર લંબો અને એક USB કેબલ જેટલો પાતળો છે.
નિષ્ણાતોએ આ જીવને યૂમિલીપ્સ પર્સેફોન નામ આપ્યું છે. આ જીવની પ્રજાતિ 40 કરોડ વર્ષ અગાઉ પણ ધરતી પર જોવા મળી હતી.તેને વર્ષ 1980માં પ્રથમ વખત જોવામાં આવ્યો હતો.અંગ્રેજીમાં મિલીપીડનો શાબ્દિક અર્થ થાઉજેન્ડ ફીટ એટલે કે હજારો પગ હોય છે.
જોકે, યૂમિલીપ્સ પર્સેફોન એવો પ્રથમ મિલીપીડ છે, જે 1000 અથવા વધારે પગ ધરાવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે પર્સેફોન શબ્દને ગ્રીક માઈથોલોજીમાંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ અંડરવર્લ્ડની રાણી થાય છે.
જમીનની અંદર રહેતા આ જીવોની માફક મિલીપીડને પણ આંખો હોતી નથી. તે રંગહીન હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મિલીપીડ ફુગ પર આધાર રાખે છે પર્સેફોન એવી દુનિયામાં રહે છે, જ્યાં પ્રકાશ હોતો નથી અને પૂરતું ભોજન હોતું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે
કે આ જીવ જો ધરતીની નીચે જીવિત રહેવું હોય તો તેને ઘણાબધા પગ હોવા જરૂરી છે. મિલીપીડની લંબાઈ અને નાના-નાના પગ તેને મૂવમેન્ટ કરવામાં સરળતા ઉપલબ્ધ કરાવે છે. જોકે ધરતીની નીચે આ મિલીપીડ્સને ભોજનની અછત હોય છે, તેના શરીરના લાંબા અંગોનો વિકાસ થઈ શકતો નથી.
શોધખોળ સમયે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયોમાં વૈજ્ઞાનિકોને બે માદા અને બે નર મિલીપીડ્સ મળી આવ્યા. માદા મિલીપીડ્સના પગની સંખ્યા 1306 અને 998 હતી. નર મિલીપીડ્સના 818 અને 778 પગ હતા.
Read About Weather here
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે મિલીપીડ્સ જીવ સૌથી પહેલા 40 કરોડ વર્ષ અગાઉ જોવા મળેલો. આજે આ પ્રજાતિઓની સંખ્યા 13,000 છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here