3 મિનિટમાં જ 900 કર્મચારીઓ નોકરી થી હાથ ધોઈ બેઠા…!

3 મિનિટમાં જ 900 કર્મચારીઓ નોકરી થી હાથ ધોઈ બેઠા...!
3 મિનિટમાં જ 900 કર્મચારીઓ નોકરી થી હાથ ધોઈ બેઠા...!
આ કંપનીનું નામ Better.com છે અને તેના CEO વિશાલ ગર્ગ છે. ગયા બુધવારે કંપનીના કર્મચારીઓની ઝૂમ બેઠક બોલાવવામાં આવી હતી. તેમા કર્મચારીઓને કામ પર ન આવવા માટે કહેવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

નોકરીમાંથી કાઢવામાં આવેલા કર્મચારીઓ કુલ સ્ટાફના 15 ટકા છે. ન્યૂયોર્કમાં એક કંપનીના CEOએ એક ઝાટકે 900 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યાની ઘટના સામે આવી છે. આવું કઠોર પગલું ભરવામાં તેમણે ફક્ત ત્રણ મિનિટનો જ સમય લીધો હતો.

ડેઈલી મેઈલના અહેવાલ પ્રમાણે અમેરિકા સહિત અનેક દેશોમાં હોલિડે સિઝન શરૂ થવા જઈ રહી છે. તે અગાઉ કંપનીએ આટલી મોટી સંખ્યામાં પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાનો કઠોર નિર્ણય લીધો છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે કંપનીએ આ નિર્ણય અંગે અગાઉ કોઈને પણ જાણકારી કે પછી ચેતવણી આપી ન હતી. આ કંપની ફાયનાન્સિયલ સેક્ટર સાથે સંકળાયેલી છે.

કંપનીના એક કર્મચારીએ સોશિયલ મીડિયા પર એક નાનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેમા કહેવામાં આવ્યું હતું કે તેમને ફક્ત ત્રણ મિનિટમાં જ પિંક સ્લિપ આપી દેવામાં આવી. એટલે કે તેમને રજા આપી દેવામાં આવી.

Better.comના CEO વિશાલ ગર્ગે તેમના કર્મચારીઓને કાઢી મુકવા માટે આ રીતે નિર્ણય લે છે.વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે બોસે કર્મચારીઓને કહ્યું કે તેઓ એક કમનસીબ ગ્રુપનો ભાગ છો.

તમે આ સાંભળવા માગશો નહીં. જો તમે આ કોલ પર છો તો તમને નોકરી પરથી કાઢવામાં આવી રહ્યા છે. તે તાત્કાલિક લાગૂ થઈ રહ્યું છે. ગર્ગે કર્મચારીઓને ચેતવણી આપતા કહ્યું કે તેઓ દુખદ સમાચાર લઈને આવ્યા છે.

કોઈ સારા સમાચાર લઈને નથી આવ્યા.તેમણે કહ્યું કે બજાર બદલાઈ ગયું છે. આ અંગે તમે સૌ પરિચીત હશો. આપણે જીવિત રહેવા માટે તેની સાથે જ ચાલવું પડશે. મને આશા છે કે મિશનને આગળ પણ વધારવામાં આવશે.

ડેઈલી મેઈલના જણાવ્યા પ્રમાણે ગર્ગની મોર્ગેજ કંપનીને ગયા સપ્તાહમાં જ 75 કરોડનું રોકાણ મળ્યું હતું.Better.comમાં જાપાનની સોફ્ટ બેન્કનું રોકાણ છે. તેનું વેલ્યુએશન વર્તમાન સમયમાં 7 અબજ ડોલર છે.

ગર્ગનું કહેવું છે કે મારી કરિયરમાં બીજી વખત છે કે જ્યારે હું આ પ્રકારનો નિર્ણય કરી રહ્યો છું. જોકે હું આમ કરવા ઈચ્છો નથી. અગાઉ મે આવું કામ કર્યું હતું અને રડ્યો હતો. ગર્ગે ત્યારબાદ કહ્યું કે તમને HR વિભાગ તરફથી મેઈલ મળી જશે.

આ અગાઉ ફોર્બ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2020માં ગર્ગે કર્મચારીઓ પર આળસુ હોવાનો આરોપ લગાવ્યો હતો. ડેઈલ બીસ્ટના અહેવાલ પ્રમાણે આ CEOએ એક વખત તેના પાર્ટનરને જીવતો સળગાવી દેવાની ધમકી આપી હતી.

Read About Weather here

ગર્ગે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકતા પહેલા કહ્યું કે તેમનું પ્રોડક્શન કંઈ જ નથી. ત્યારબાદ કહ્યું કે તમે લોકો ફક્ત બે કલાક જ કામ કરો છો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here