3 હેવાનોએ 18 દિવસ યુવતી પર આચર્યું દુષ્કર્મ…!

3 હેવાનોએ 18 દિવસ યુવતી પર આચર્યું દુષ્કર્મ...!
3 હેવાનોએ 18 દિવસ યુવતી પર આચર્યું દુષ્કર્મ...!
રાણપુર તાલુકાના બુબાવાવ ગામની 20 વર્ષીય યુવતીને દારૂ પીવાની ટેવ હોવાથી તા.8/12/21નાં રોજ આ યુવતીને દારૂ ન મળવાથી તેણે તેના પાડોસીનાં ફોનમાંથી અળવ ગામે રહેતા ઇન્દ્રજિતને ફોન કરીને દારૂ આપી જવાનું કહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાણપુર તાલુકાના અળવ ગામે 3 નરાધમોએ બુબાવાવ ગામની દારૂ પીવાની લત ધરાવતી 20 વર્ષીય યુવતીને દારૂ પિવડાવવાની લાલચ આપી અપહરણ કરી સતત 18 દિવસ સુધી વાડીની ઓરડીમાં ગોંધી રાખી દુષ્કર્મ ગુજારતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

 તે દરમિયાન ઈન્દ્ર્જિતે યુવતીને કહ્યું હતું કે દારૂ નહી મળે તારે દારૂ જોતો હોય તો અળવ મારી વાડીએ આવજે તેમ કહ્યું હતું. ત્યાર બાદ તા.09/12/21નાં રોજ સવારે 10.૦૦ કલાકે ઇન્દ્રજિતે યુવતીને ફોન કરીને કહ્યું હતું કે જો તારે દારૂ પીવો હોય

તો જયવીર મોટરસાઈકલ લઈને 12.૦૦ વાગે લેવા આવશે. જેથી આ યુવતી દારૂ પીવાની લાલચે મોટર સાઈકલમાં બેસી જતા જયવીર આ યુવતીને અળવ ગામે ઇન્દ્રજીતની વાડીએ લઇ ગયો હતો.

વાડીએ ઇન્દ્રજીત બાબભાઈ ખાચર, સત્યજીત બાબભાઈ ખાચર અને જયવીર જગુભાઈ ખાચર ત્રણેય રહે. અળવવાળાએ યુવતીને ઓરડીમાં પૂરી દારૂનો નશો કરાવી ત્રણેય લોકોએ યુવતીને માર મારી તેના ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી 18 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

Read About Weather here

આ યુવતીએ જામનગર પહોંચી સંબંધીને બનાવની જાણ કરતાં આ અંગે રાણપુર પોલીસને જાણ કરી હતી. યુવતીના પિતાએ રાણપુરમાં આ અંગે ગુનો નોંધાવ્યો હતો.તા.9થી 26/12/21 સુધી દુષ્કર્મ ગુજારી તા.26ના રોજ નરાધમોએ કોઈને ન કહેવાની અને ગામ છોડી દેવાની શરતે યુવતીને મુક્ત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here