ઘટના સોમવારની મોડીરાતની છે. ગજેન્દ્ર ઘરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન રમતા-રમતા કાતરનો આગલો ભાગ લગભગ 6 સેન્ટીમીટર સુધી તેની આંખની નીચે ઘુસી ગયો હતો. રાજસ્થાનના નાગૌર શહેરમાં રમતા-રમતા ત્રણ વર્ષના બાળકના આંખમાં કાતર ઘુસી ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
બાળકે ચીસ પાડતા જ પરિવારના સભ્યોનું ધ્યાન બાળક તરફ ગયું હતું. બાદમાં ગંભીર સ્થિતિમાં બાળકને અજમેરની જેએલએન હોસ્પિટલમાં લઈ જવાયું હતું. જોકે 10 મિનિટના ઓપરેશન પછી કાતરને બહાર કાઢી લેવામાં આવી હતી. બાળક હવે સ્વસ્થ છે, તેની આંખની દ્રષ્ટિ પણ સલામત છે.
કાતર આંખમાં જતા જ બાળક જોરજોરથી રડવા લાગ્યું હતું. ખૂબ જ ગંભીર સ્થિતિમાં તેને લઈને પરિવારના સભ્યો હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દેવેન્દ્ર શર્માએ સારવાર શરૂ કરાવી છે. બાળકની તાત્કાલિક સર્જરી શરૂ કરી અને 10 મિનિટમાં ઓપરેશન કરીને કાતરને આંખમાંથી બહાર કાઢી હતી.
ડો.દેવેન્દ્ર શર્માએ જણાવ્યું કે પોસ્ટ સર્જરી પછી બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયું છે. પરિવારને ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પરિવારના સભ્યો ઘણા ડરી ગયા હતા. અસ્કિલેરા ખૂબ જ ડેમેજ થઈ હતી.
Read About Weather here
જોકે સદનસીબે આંખને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહોતું. પહેલા લોહીને રોકવામાં આવ્યું અને તે પછી કાતરને બહાર કાઢી લેવામાં આવી હતી. આંખના નીચેના ભાગમાં 6CM સુધી કાતર ઘુસી ગઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here