3 વર્ષનાં પુત્રની ગળું દબાવી હત્યા…!

3 વર્ષનાં પુત્રની ગળું દબાવી હત્યા...!
3 વર્ષનાં પુત્રની ગળું દબાવી હત્યા...!
પતિથી અલગ રહેતી મહિલાએ ઘર કંકાસમાં આકરું પગલું ભર્યું હોવાની હાલ તો ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં રાંદેર ઉગત રોડ વિસ્તારમાં માતાએ ત્રણ વર્ષ પુત્રની ગળું દબાવી હત્યા

Visit Saurashtra Kranti Homepage here

કર્યા બાદ સુસાઈડ નોટ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.રાંદેર ઉગત રોડ વિસ્તારમાં રહેતી માતાએ પોતાના જ ત્રણ વર્ષના દીકરાની ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો.

મહિલાએ લખેલી એક સુસાઈડ નોટ સામે આવી છે. સુસાઈડ નોટ પ્રમાણે, આપઘાત કરનાર મહિલા તેના પતિ સતિષના અફેર અંગે જાણતી હતી. જ્યારે પતિને સપોર્ટ કરતી માતા સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

કાશ સતીશ તું સમજતે, તારી મા પણ સમજતે. મને અને રીશુંને તારી બહુ જરૂર હતી. તું અને ભાવના પણ ક્યારે નહીં સુધરો અને તમને સપોર્ટ કરવાવાળી તારી મા, મારું ઘર તોડવાવાળી તારી મા. જો ઘર કરાવવાનું જ નહીં હોય, તો તારી માએ 3 લગ્ન શું કામ કરાવ્યા.

શુ કામ મારી જિંદગી બરબાદ કરી. ભાવના સાથે તારું અફેર હતું મને ખબર પડી એ જ દિવસે હું આત્માહત્યા કરવાની હતી પણ મા-બાપના વિચારે હું અટકી જતી. હું ભાવનાથી અને તારી માથી બહુ જ નફરત કરું છું. મારું ઘર તોડી નાખ્યું તારે માએ.

Read About Weather here

મારા ઢીંગલાને મારતા હું બહુ રડતી હતી. મારો દિલનો ટુકડો, મારી જાન મારો રીશું, સોરી દીકરા આવી રીતે તને મારવા માટે.મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું I LOVE You So Much Rishu. એ જીવતે તો એની જિંદગી બરબાદ થઈ જતે. મારા હાથ ખૂબ જ ધ્રુજતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here