મંગળવારે પુરવઠા અને તા. મામલતદારની ટીમે દરોડા પાડવા હતા
માલિયાસણ, ધમલપર અને ખરેડીમાં તપાસ ચાલુ, 2.42 લાખ લીટર જથ્થો સીઝ
રાજકોટ જિલ્લા પુરવઠા કચેરી તથા તાલુકા મામલતદારની સંયુકત ટીમોએ મંગળવારે રાજકોટ-અમદાવાદ હાઈ-વે પરના ખરેડી, માલિયાસણ તથા ધમલપરમાં દરોડા પાડીને 2.42 લાખ લીટર શંકાસ્પદ બાયોડિઝલ સ્થગિત કર્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
જેની કિંમત 1.45 કરોડથી પણ વધુ છે. ત્રણ સ્થળ દરોડા પાડવામાં આવ્યા હતા. ખરેડી ગામે પૂર્વેશ અમૃતલાલ પતોડીના બી.એન. પેટ્રોલિયમમાંથી 32 હજાર લીટર પેટ્રોલિયમ જથ્થો અને બે ટેન્કર સહિત રૂા.45 લાખનો મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો હતો.
માલિયાસણ ગામે ભરતી રામાણીના મારૂતિ પેટ્રોલિયમ ખાતે અને ધમલપર ગામે દિપેશ મહેતાના બજરંગ ટ્રેડિંગમાં રૂા.63-63 લાખની કિંમતનું પ્રવાહી સીઝ કરાયું છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ અમદાવાદ હાઈ-વે પર માલિયાસણ, કુવાડવા રોડ આસપાસ બાયોડિઝલના નામે ભેળસેળિયા પ્રવાહીના ગેરકાયદે નામે ભેળસેળિયા પ્રવાહીમાં ગેરકાયદે વેચાણના અનેક પમ્પો ધમધમી રહ્યા છે
છતાં તંત્રના ધ્યાને ન આવતું હોય? શું તંત્રના છૂપા આશિર્વાદથી ગેરકાયદે વેચાણના અનેક પમ્પો ધમધમી રહ્યા છે? સહિતની ચર્ચાએ જોર પકડયું છે.
એક જ દિવસમાં કુલ 3 સ્થળે દરોડા પાડી કુલ 2,42,000 લીટર બાયોડિઝલનો જથ્થો તથા ટેન્કર મળી કુલ 1,71,20,000 ની કિંમતનો જથ્થો સીઝર કરવામાં આવેલ છે.
Read About Weather here
આ કામગીરીમાં અધિકારી વિરેન્દ્ર દેસાઈ, તાલુકા મામલતદાર કે.એમ. કથીરીયો, પુરવઠા સપ્લાય ઈન્સ્પેકટર કિરીટસિંહ ઝાલા વગેરેની ટીમે પાડેલા દરોડોમાં ત્રણે સ્થળેથી શંકાસ્પદ પ્રવાહીના નમુના લેવાયા, પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here