3 ફૂટના વોર્ડ સભ્યએ લગાવ્યા ઠૂમકા…!

3 ફૂટના વોર્ડ સભ્યએ લગાવ્યા ઠૂમકા…!
3 ફૂટના વોર્ડ સભ્યએ લગાવ્યા ઠૂમકા…!
ઈંગ્લિશ પંચાયતના વોર્ડ નંબર 12ના વોર્ડ સભ્ય અનિલ કુમાર પાસી લગ્ન સમારંભમાં બાર બાળા સાથે ઠૂમકા લગાવતા જોવા મળ્યો. બિહારના સિવાનના 3 ફૂટના વોર્ડના સભ્યનો ભોજપુરી ગીત પરનો ડાન્સ હાલ ચર્ચામાં છે.અનિલ કોઈ લગ્ન સમારંભ ગયો હતો, જ્યાં ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. ડાન્સરને ડાન્સ કરતા જોઈને અનિલ પણ સ્ટેજ પર પહોંચીને ઠૂમકા મારવા લાગ્યો. વીડિયો બે દિવસ જૂનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

પંચાયતની ચૂંટણીના ચોથા તબક્કામાં સીવાનના મેરવામાં ચૂંટણી થઈ હતી. જેમાં ઈંગ્લિશ પંચાયતના વોર્ડ નંબર 12થી વોર્ડ સભ્યના પદ પર ત્રણ ફૂટનો અનિલ કુમાર પાસી ઉર્ફે બૌનાએ ચૂંટણી જીતીને ચર્ચા ઊભી કરી હતી.પંચાયત ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 7 નવેમ્બર 2021નાં રોજ મૈરવા પોલીસે દારૂ કેસમાં તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે વોર્ડ સભ્ય શરાબ વેચે છે. જે બાદ અનિલ કુમાર પાસી ઉર્ફે બૌનાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.

Read About Weather here

આ દરમિયાન તેમના ઘરમાંથી છ લિટર દારૂ મળ્યા બાદ આ કેસમાં વોર્ડ સભ્ય અનિલ કુમાર પાસી સહિત ત્રણ લોકો વિરુદ્ધ FIR કરવામાં આવી હતી. આ કેસમાં વોર્ડ સભ્ય અનિલ પાસીને જેલહવાલે પણ કરવામાં આવ્યો હતો. તે સમયે વોર્ડના સભ્ય દ્વારા દારૂનું વેચાણ અને જેલ જવાની ચર્ચાએ જિલ્લામાં જોર પકડ્યું હતું. બાર ગર્લ સાથે વોર્ડનો સભ્યના ઠૂમકા લોકોને ઘણાં પસંદ પડી રહ્યાં છે.જેલમાંથી છૂટ્યા બાદ તે ફરી એક વખત સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલ થઈ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here