3 જૂને MX PLAYER પર રિલીઝ થશે ‘આશ્રમ 3’

3 જૂને MX PLAYER પર રિલીઝ થશે 'આશ્રમ 3'
3 જૂને MX PLAYER પર રિલીઝ થશે 'આશ્રમ 3'
બોલિવૂડ એકટર બોબી દેઓલ ભલે ફિલ્મી પડદે દર્શકોને ઇમ્પ્રેસ નથી કરી શકયો, પરંતુ તેની વેબ સિરીઝ ‘આશ્રામ’એ  ઓટીટી પ્લેટફોર્મ પર ચોક્કસથી ધમાલ મચાવી છે. ‘આશ્રમ’ના બે સીઝને દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે અને હવે ચાહકો ‘આશ્રમ સીઝન ૩’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વેબ સિરીઝની રિલીઝને હજી થોડો સમય બાકી છે, પરંતુ ‘આશ્રમ ૩’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રેલરમાં જોવા મળે છે કે બાબા નિરાલાનો દરબાર ખુલી ગયો છે અને આસ્થાના નામે તે ફરી એક વાર પાખંડનું પોટલું પહેરેલ જોવા મળશે.ટ્રેલરની શરૃઆત ગરીબોના બાબાના નારાથી થઈ રહી છે. સાથે જ બોબી દેઓલ પોતાના ડાયલોગ્સ સાથે કહેતા જોવા મળે છે કે તેને જે જોઈએ તે મળવું જોઈએ. ટ્રેલરમાં ઈશા ગુપ્તાની પણ ઝલક જોવા મળે છે, જે બોબી દેઓલને પોતાના હુસ્ન સાથે રીઝવતી જોવા મળે છે.

Read About Weather here

ટ્રેલરમાં  તો બાબા નિરાલાના હાય હાયનાં નારા પણ સાંભળવા મળે છે. આ વખતે બાબા નિરાલાની ભકિતમાં તેમના ભકતો જય જયકાર કરશે તો કયાંક રાજકારણ સાથે  ખાખી વર્દી બાબા સામે મોરચો કરતી નજરે જોવા મળશે. આ સિરિઝની સ્ટોરી ડ્રગ્સ, રેપ અને પોલિટિકસથી ભરપુર હશે.’આશ્રમ ૩’ વેબ સિરીઝ ૩ જૂને એમએકસ પ્લેયર પર રિલીઝ થશે. પ્રકાશ ઝા દિગ્દર્શિત આ વેબ સિરીઝના ટ્રેલરે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે. હવે જોવાનું એ રહેશે કે સિઝન ૩ને પણ દર્શકોનો એટલો જ પ્રેમ મળે છે કે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here