કોંગ્રેસના આ ધારાસભ્યો હાલમા સતા પક્ષમા નથી અને અવારનવાર પોતાને સતાધારી પક્ષના લોકો જેટલા સધ્ધર ગણાવતા નથી. લિલિયા તાલુકાના પીપળવા ગામે બે દિવસ પહેલાં આહીર સમાજ દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું, જેમા કોંગ્રેસના 3 ધારાસભ્યા દ્વારા રૂપિયાની છોળો ઉડાડવામા આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
એનો વીડિયો વાઇરલ થતાં લોકોમા ખાસ્સી ચર્ચા છે. વિપક્ષના પુર્વ નેતા પરેશ ધાનાણી તો પોતાને જાહેરમા જ ગરીબ ધારાસભ્ય અને બીપીએલ ધારાસભ્ય તરીકે ઓળખાવે છે. પરંતુ માતાજીના માંડવામા રૂપિયાની થોકડીઓ ઉડાડવામા કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ કોઇ કચાસ રાખી ન હતી.આહિર સમાજ યોજીત આ માંડવામા ધારાસભ્ય પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી ઉપરાંત અંબરીશ ડેર અને અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
Read About Weather here
ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ અંગે દિવ્યભાસ્કરને જણાવ્યું હતુ કે ધાર્મિક પ્રસંગોએ આ રીતે રકમ ઉડાડવાનો રીવાજ છે. તેમા કંઇ ખોટુ નથી. આ રકમ ધાર્મિક કાર્યો માટે જતી હોવાથી અહી નોટો ઉડાડી હતી.આ ધારાસભ્યોએ એકબીજાના માથા પરથી રકમ ઉતારી હવામા ઉડાવી હતી. હાલમા ત્રણેય ધારાસભ્યો નોટો ઉડાડતા હોય તેવો વિડીયો વહેતો થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here