28 સ્થળે આરોગ્ય વિભાગનું ચેકીંગ: રૂ.56,100નો દંડ વસૂલાયો

28 સ્થળે આરોગ્ય વિભાગનું ચેકીંગ: રૂ.56,100નો દંડ વસૂલાયો
28 સ્થળે આરોગ્ય વિભાગનું ચેકીંગ: રૂ.56,100નો દંડ વસૂલાયો

3 ખાનગી મેળામાં દરોડા, 10 પેકેટ વાસી બ્રેડ અને 5 કિલો વાસી ચટણીનો સ્થળ પર નાશ

તહેવારો બાદ શહેરમાં વાયરલ રોગચાળાનું પ્રમાણ વધતું જતું જોવા મળ્યું છે. તેમ પણ ડેન્ગ્યુના કેસ સામે આવતા મનપા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. તદઉપરાંત મનપાના આરોગ્ય તંત્ર દ્વારા શહેરના અલગ અલગ સ્થળો તેમજ વિસ્તારોમાં ચેકિંગ ધરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આજે આરોગ્ય વિભાગ દ્વારા ગોકુલ, ર્સ્ટલિંગ અને વોકહાર્ટ હોસ્પિટલ અને બાંઘકામ સાઇટ, ઇન્ડસ્ટ્રીઝ સહિત 58 પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જ્યાં 28 સ્‍થળોએ ભારે ગંદકીને પગલે મચ્‍છરની ઉત્‍પતિ મળતા કુલ રૂ.56,100નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

તેમજ આરોગ્ય શાખા નાના મવા સર્કલ અને 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ 3 ખાનગી મેળામાં સ્થળ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ફૂડ સ્ટોલ પર વેચાણ થતી ખાદ્યચીજોની ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં કુલ 37 ફૂડ સ્ટોલમાં ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ, આઇસ્ક્રીમ-કેન્ડી, ઠંડાપીણાં, બેકરી પ્રોડક્ટ્સ, પ્રિપેર્ડ ફૂડ, વગેરેના કુલ 28 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ચેકીંગ દરમિયાન 10 પેકેટ વાસી બ્રેડ અને 5 કિલો વાસી ચટણી મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

Read About Weather here

વાસી ખોરાક મલ્યાણ સ્થળોની વિગત :

  • જન્માષ્ટમી કાર્નિવલ મેળો: રોયલ પીઝાના ફૂડ સ્ટોલમાં 5 કિલો વાસી પીઝા બ્રેડ
  • ગોવિંદા મેળો : લાઇવ સ્ટીમ ઢોકળાના ફૂડ સ્ટોલમાં 2 કિલો વાસી ચટણી
  • રાધે ક્રિષ્ના મેળો: લાઇવ ઢોકળાના ફૂડ સ્ટોલમાં 3 કિલો વાસી ચટણી અને હોટ પીઝાના સ્ટોલ પર 10 પેકેટ વાસી પીઝા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here