27 કેસમાંથી 3 કેસમાં FRI દાખલ, પાંચ કેસ પેન્ડિંગ

27 કેસમાંથી 3 કેસમાં FRI દાખલ, પાંચ કેસ પેન્ડિંગ
27 કેસમાંથી 3 કેસમાં FRI દાખલ, પાંચ કેસ પેન્ડિંગ

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા 27 કેસો પૈકી 3 કેસમાં સંબંધિતો સામે FRI દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અન્વયે રજૂ થયેલી અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. આ મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ 27 કેસ પૈકી 19 કેસ દફ્તરે કરવામાં આવ્યા હતા અને 5 કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.

Read About Weather here

આ બેઠકમાં ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર, એ.સી.પી. એસ.આર ટંડેલ, પ્રાંત અધિકારીઓ જી.વી.મિયાણી, રાજેશ આલ, પારસ વંડા, પ્રિયંક ગલચર, વીરેન્દ્ર દેસાઈ, પૂજા જટણીયા અને સિદ્ધાર્થ ગઢવી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પી.બી લાઠીયા, ડીવાયએસપી. રાકેશ દેસાઇ અને સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here