24 કલાક પાણી વિતરણનાં મીટર મુકાયા પણ પાણી…?

24 કલાક પાણી વિતરણનાં મીટર મુકાયા પણ પાણી...?
24 કલાક પાણી વિતરણનાં મીટર મુકાયા પણ પાણી...?

વોટર મીટર પર અપાય છે તમામ ઘરોને ઝીરોબીલ

ઘરે-ઘરે વીજળીનાં મીટર આપી વપરાશ મુજબ બિલ અપાય છે. તેવી જ રીતે મનપાએ ઘરે-ઘરે વોટરમીટર મુકવાની યોજના અમલ મૂકી છે.

Subscribe Saurashtra Kranti here

જે દરમ્યાન દરેક ઘરમાં ૨૪ કલાક પાણી અપાવાની યોજના છે. આ યોજના બજેટમાં  દર્શાવાતી રહી છે.

તેમાં રૂ.328 કરોડની વેસ્ટઝોન માટેની યોજના પૈકી એકમાત્ર ચંદ્રેશનગર ઝોનમાં રૂ.6 કરોડનાં ખર્ચે  તમામ લતાઓના અગાઉ ડી.આઈ.પાઈપ નાખ્યા બાદ ઘરે-ઘરે વોટર મીટર મુકાયા હતા. પરંતુ 24 કલાક પાણી આપવામાં મનપા નિષ્ફળ ઉતાર્યું તમામ ઘરોને પાણીનું ઝીરો બિલ અપાય છે.

મનપાને આ અંગે પૂછતાં જવાબમાં નેટવર્ક તો તૈયાર છે. પરંતુ વિતરણ વ્યવસ્થા યોગ્ય નથી. હાલ નિયમોનુસાર અન્ય લતાઓની જેમ માત્ર 20 મિનીટ જ પાણી વિતરણ થાય છે.

રાજકોટનાં તમામ વિસ્તારોમાં રોજ 20 મિનીટ પાણી પૂરું પાડવા આજીડેમમાં ત્રીજી વખત સૌની યોજના હેઠળ પાણી થાલાવામાં આવ્યું જેથી તમામ વિસ્તારને પૂરતું પાણી વિતરણ કરી શકાય. 24 કલાક પાણી આપવાની યોજનાનો એક મોટો કાયદોએ થયો છે

કે ખોદકામ દરમ્યાન અથવા બીજી કોઈ કારણોસર પાણીની પાઈપલાઈનનો તૂટતી હતી. તે ડી.આઈ.પાઈપ નાખ્યા બાદ પાણીની પાઈપલાઈન તૂટવાનું પ્રમાણ ઘટી ગયો છે.

તેથી પાણી બગાડ પણ થતો ઘટ્યો છે. ઘરે-ઘરે વોટર મીટર મુકવાથી પાણીનું રીડીંગ શક્ય બન્યું છે.

દર બે મહીને રીડીંગ લેવાય છે. જે મુજબ દૈનિક સરેરાશ 450 થી 500લીટર અને નજીકનાં વિસ્તારોમાં તેથી વધુ પાણી મળવું હોવાનું જાણવા મળ્યું છે.

Read About Weather here

મનપાએ 13800 ઘરોમાં વોટર મીટર મુક્યા છે. નિયમિત રીડીંગ પણ લેવાય છે. પરંતુ 24 કલાક પાણી વિતરણની બદલે માત્ર 20 મિનીટ જ પાણી અપાય છે. લોકોને વોટર મીટર પર આ યોજનાનું બિલ ઝીરો અપાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here