24મીએ રાજકોટ સહિત 6 શહેરોમાં લેખિત પરીક્ષાનું મેગા આયોજન

24મીએ રાજકોટ સહિત 6 શહેરોમાં લેખિત પરીક્ષાનું મેગા આયોજન
24મીએ રાજકોટ સહિત 6 શહેરોમાં લેખિત પરીક્ષાનું મેગા આયોજન

રાજકોટ મહાનગરપાલિકાની ‘જુનિયર કલાર્ક’ની 122 જગ્યા માટે 45 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
રાજકોટ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, જૂનાગઢ અને જામનગરમાં પરીક્ષા લેવાશે: મ્યુ.કમિશનર

રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની 122 જગ્યા ભરવા માટે આગામી તા.24/10/2021 ના રોજ અમદાવાદ, સુરત, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, રાજકોટમાં લેખિત પરીક્ષાનુ મેગા આયોજન કરવામાં આવેલ છે. તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ મેગા આયોજન વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 122 જગ્યાઓ માટે સમગ્ર રાજ્યમાંથી હજારોની સંખ્યામાં આવેદનપત્રો પ્રાપ્ત થયા હતાં.

જે પૈકી 45,397 ઉમેદવારોની અરજી માન્ય રહેતા તેઓ માટે રાજ્યના કુલ શહેરો માટે પરીક્ષા કેન્દ્રો ગોઠવવાનું આયોજન કરવામાં આવેલ છે. અલગઅલગ શહેરો પસંદ કરવા માટેનું કારણ એ છે

કે, જુદાજુદા જિલ્લાઓના ઉમેદવારોને તેમના જિલ્લામાં કે નજીકના જ જિલ્લામાં પરીક્ષા આપવાની સુવિધા મળી રહે અને તેઓને ખાસ કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. જેમ કે, દક્ષિણ ગુજરાત તરફના ઉમેદવારો માટે સુરતમાં પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલ છે.

છ શહેરોના કુલ 82 પરીક્ષા કેન્દ્રોનાં કુલ 1624 રૂમમાં કુલ 45,397 ઉમેદવારો માટે કરવામાં આવેલા આયોજનમાં, અમદાવાદ શહેરમાં 13 પરીક્ષા કેન્દ્રો અને ગાંધીનગરમાં 11 પરીક્ષા કેન્દ્રો રહેશે, અને આ બંને શહેરોના આ કેન્દ્રોમાં કુલ 17,365 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે.

જયારે રાજકોટમાં 34 કેન્દ્રો ખાતે 16,958 ઉમેદવારો, સુરતમાં 4 પરીક્ષા કેન્દ્રોમાં 2,967 ઉમેદવારો, જામનગરમાં 9 કેન્દ્રોમાં 2,608 ઉમેદવારો અને જુનાગઢમાં 11 પરીક્ષા કેન્દ્રોમાં 5,499 ઉમેદવારો પરીક્ષા આપનાર છે.

પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો કોઇપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ડીવાઈસ લઈ જઈ નહી શકે. ઉમેદવારોએ તેમના આઈ.ડી. પ્રૂફ, પેન અને પરીક્ષાનો કોલ લેટર જ સાથે લાવવાનો રહેશે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ઉપરોક્ત તમામ છ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ખાતે સજ્જડ પોલીસ બંદોબસ્ત માટે આયોજન કરાયું છે. તમામ 82 પરીક્ષા કેન્દ્રો માટે કુલ 82 કેમેરામેનો દ્વારા સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવનાર છે.

મહાનગરપાલિકાએ ઉમેદવારોની સહાયતા માટે ખાસ ક્ધટ્રોલ રૂમ શરૂ કરેલ છે જેનો ફોન નંબર: 0281-2221607 છે. ઉમેદવારો તેમના પરીક્ષાના કોલ લેટર સંબંધી ક્વેરી અંગે પુછપરછ કરી આ ફોન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકે છે.

Read About Weather here

અથવા યિભિીશળિંયક્ષિિંળભ.લજ્ઞદ.શક્ષ પર ઈ-મેઈલ કરીને પણ ઉમેદવારો જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકે છે. આ મેગા આયોજન શાંતિપૂર્ણરીતે સંપન્ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાનાં 145 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવેલ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here