રાજકોટમાં કુરીયરની ઓફીસમાં 21 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ત્રણ ઝડપાયા

21 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
21 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે ખોખડદળ નદીના પુલ પાસેથી દબોચી લઇ રૂ.17 લાખનો મુદામાલ કબજે કર્યો

ગોંડલ રોડ પર આવેલી પી.ડી.એમ કોલેજ પાસે બાલાજી કુરિયર નામની ઓફીસમાં છરી બતાવી પ્રોઢને દોરીથી બાંધી દઈ રૂ.21 લાખની લૂંટનાં બનાવમાં ક્રાઈમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને દબોચી લઇ રૂ.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગેની વિગત મુજબ ગોંડલ રોડ પર કલ્પવન એપાર્ટમેન્ટમાં રહેતા હરજીભાઈ ભોગાયતા નામના વેપારીએ માલવિયાનગર પોલીસમાં એક મહિના પહેલા ફરિયાદ નોંધાવી છે કે પોતે ગોંડલ રોડ પી.ડી.એમ કોલેજ થી આગળ વંદના ટ્રેકટર શો- રૂમની બાજુમાં બાલાજી કુરીયર નામની ઓફીસ આવેલ હોય અને તા. 05/05/2021 ના રોજ ઓફીસે હાજર હતા.

ત્યારે સાંજના સાતેક વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઇસમો આવેલ અને પોતાને ભાવનગર કુરીયર મોકલવુ છે તેમ કહી વાતચીત કરી જતા રહેલ બાદ થોડીવાર પછી ફરીવાર અને કહેલ કે પાર્સલ મોકલવુ હતુ તે કેન્સલ થયેલ છે અને હવે પછી મોકલીશુ તેમ વાતચીત ચાલુ હતી દરમ્યાન ત્રીજો ઇસમ પણ અંદર આવેલ અને ઓફીસનું શટર બંધ કરી દીધેલ અને બે વ્યકિતઓએ છરી બતાવી ધમકી આપી ત્રણેય વ્યકિતઓએ ફરીયાદીના ખીસ્સામાંથી પાકીટ કાઢી તેમાંથી રોકડા રૂપીયા 7000/- તથા ઓફીસમાં રહેલ થેલા માના રોકડા રૂપીયા- 21,00,000/- એમ કુલ કુલ રૂપીયા 21,07,000/- ની લૂંટ કરી ફરીયાદીને દોરી વડે ખુરસી સાથે બાંધીને જતા રહી નાસી ગયા હતા.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ શહેર માલવીયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોંડલ રોડ ઉપર બાલાજી કુરીયરમાં લૂંટનો બનાવ બનેલ જે અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ હોય જે લૂંટના બનાવની પોલીસ ને જાણ થતા તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચ, માલવીયાનગર પોલીસ સ્ટેશન તેમજ નજીકના પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સ્થળ ઉપર પહોચી બનાવ અંગે હકીકત મેળવવામાં આવેલ તેમજ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર (ઝોન -1), તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા (ઝોન -2) તથા મદદનીશ પોલીસ કમિશ્નર ડી.વી.બસીયા ક્રાઇમ એમ અધીકારીઓ પણ તાત્કાલીક સ્થળ ઉપર પહોચી બનેલ બનાવ અંગેની સંપુર્ણ માહીતી મેળવેલ અને પોલીસ કમિશ્નરના સીધા માર્ગદર્શન સુચના મુજબ ડી.સી.બી. પો.સ્ટે. ના અધીકારી/કર્મચારીઓ ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા

દરમ્યાન પો.સ.ઇ. પી.એમ.ધાખડા તથા ટીમના માણસોને લૂંટના આરોપીઓ બાબતે ખાનગી રાહે હકીકત મળતા તે દીશામા ટીમના માણસો મયુરભાઇ પટેલ, નગીનભાઇ ડાંગર, સિધ્ધરાજસિંહ જાડેજાએ મળેલ હકીકત બાબતે ખરાઇ કરી અને આજરોજ આરોપીને જડેસ્વર વેલનાથ સોસાયટી નજીક ખોખડદડ નદીના પુલ પાસેથી મુદામાલ સાથે પકડી પાડી મોટી રોકડ રકમની લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

હીતેષ બાબુભાઇ ધરમણભાઇ ડવ (રહે. ખોખડદડ નદી પાસે જડેસ્વર વેલનાથ સોસાયટી), કરણ ભગવાનભાઇ જયતાભાઇ બાલાસરા (રહે. ખોખડદડ નદી પાસે જડેસ્વર વેલનાથ સોસાયટી મેઇન રોડ માધવ કરીયાણા સ્ટોરસ્ત્રસ્ત્ર) કીશન રાયધનભાઇ મૈયડ (રહે. કોઠારીયા રીંગ રોડ આજી નદી પાસે રામપાર્ક) નામના ત્રણેય શખ્સોને દબોચી લઇ રૂ.1794000 કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

આરોપીઓએ એક મહીના પહેલા 15 દિવસમાં આચરેલ લૂંટના ગુન્હાઓ

આહીર ચોકથી પટેલ ચોક જતા શ્યામ હોલની બાજુમાં ખોડલ ફેશન, નામની કપડાની દુકાનમાં આવેલ છે. ત્યા બપોરના 1 થી 2 વાગ્યા વચ્ચે ગયેલ અને દુકાનદારને છરી બતાવી દુકાનના કાઉન્ટરમાંથી રોકડા રૂપીયા આશરે 17000/- તથા બે જોડી કપડાની લુંટ કરેલ, સંતકબીર રોડ પર બાલક હનુમાન મંદીર સામે આવેલ એસ.પી.ફેશન નામની કંપડાની દુકાનમાં બપોરના આશરે 3 થી 4 વાગ્યાના સમયે દુકાનદારને છરી બતાવી ત્રણેય એ રોકડા રૂપીયા 1600/- તથા કપડાની ત્રણ જોડીની લૂંટ કરેલ,

માયાણી નગર પાસે આવેલ બેગબોન શોપીંગ સેન્ટરમા ડેનીમ કલેકશન નામની કપડાની દુકાનમાં બપોરના એકાદ વાગ્યાના સમયે જઇને દુકાનદારને છરી બતાવી ત્રણેયએ રોકડા રૂપીયા આશરે 1700/- તથા કપડાની 3-જોડી તથા નાઇટ ડ્રેસના પ- પેન્ટ એમ લુંટ કરેલ હતી, કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા સર્વીસ રોડ ઉપર લીજજત પાપડ નજીક એક માર્બલ/લાદીના શોરૂમ માં બપોરના 2 થી 3 વાગ્યાના સમયે હીતેષ ડવ તથા કીશન મૈયડ એમ બંન્ને દુકાનદારને છરી બતાવી રોકડા રૂપીયા 20,000/- ની લુટ કરેલ,

રૌલેકસ સાઇબાબા સર્કલથી કોઠારીયા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ એક લેબોરેટરીમા સાંજના આશરે 7 થી 8 વાગ્યા ના જઈને કાઉન્ટર ઉપર બેસેલ વ્યકિત ને છરી બતાવી રોકડા રૂપીયા 1500/- ની લુંટ કરેલ, રોલેકસ સાઇબાબા સર્કલ પાસે એક ડોકટરના કલીનીકમાં લુંટ કરવાના પ્રયત્ન સાથે ગયેલ અને ડોકટરનો સ્વભાવ ઉગ્ર હોવાથી બીક લાગતા ત્યાથીનીકળી ગયેલ હતા.

ખોખડદડ નદી પાસે આરોપીઓના ઘરની નજીક આવેલ ડોકટરને લુંટવા માટે અનેક વખત રેકી કરેલી પરંતુ તે ડોકટર પતિ પત્નિ હંમેશા ભેગા હોવાથી હિંમત ચાલેલી નહી અને લૂંટ કરી સકેલ નહી, કોઠારીયા રોડ ઉપર આવેલ ફાયર બ્રિગેડની સામે આવેલ કરીયાણાની દુકાનમા લુંટ કરવાના ઇરાદાથી ગયેલા પણ દુકાન માલીકે પોતાના પુત્રને ફોન કરી બોલાવતા ડર લાગતા લુંટ કર્યા વગર જતા રહેલ હતા,

યાજ્ઞીક રોડ ઉપર આવેલ એક મોબાઇલની દુકાનમાં લુંટ કરવાના ઇરાદાથી ગયેલા પણ દુકાન માલીકનો બીજો ભાઇ આવી જતા ડર લાગતા લુંટ કર્યા વગર જતા રહેલ હતા, આશરે એકાદ મહીના પહેલા ગોંડલ રોડ ઉપર આવેલ બાલાજી કુરીયરમાં ત્રણેય ઇસમોએ પાણીની મોટર ભાવનગર મોકલવી છે તેમ વાતચીત કરી થોડીવાર બાદ આશરે 10 મીનીટ પછી એક દોરી લઇને આ બાલાજી કરીયર માં ત્રણેય ગયેલ અને પાર્સલ મોકલવાની વાતચીત કરી છરી બતાવી. ફરીયાદીના પાકીટમાંથી રોકડા રૂપીયા 7000/- તથા રોકડા રૂપીયા ભરેલ ઘેલા ની લુટ કરેલ જે અંગે માલવીયાનગર પો.સ્ટે.માં ગુનો દાખલ થયેલ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here