2000 ને બદલે 4000 ખેડૂતોને મળશે…!

રાજ્યમાં હજુ 56 લાખ હેક્ટરમાં વાવણી બાકી; 50 ટકા કપાસ, 33 ટકા મગફળીનું વાવેતર કરાયું
રાજ્યમાં હજુ 56 લાખ હેક્ટરમાં વાવણી બાકી; 50 ટકા કપાસ, 33 ટકા મગફળીનું વાવેતર કરાયું

એ પણ શકય છે કે પીએમ કિસાનનો ૧૫ ડીસેમ્બર સુધીમાં આવનારો હપ્તો ૨૦૦૦ને બદલે ૪૦૦૦નો આવે, જો કે કેન્દ્ર સરકારે આના પર હજુ કોઇ નિર્ણય નથી કર્યો પણ હાલમાં આ વાતની ચર્ચાઓ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

મોદી સરકાર યુપી-પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં ૨૦૨૨માં થનાર વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને મોટી સોગાત આપી શકે છે.મીડીયા રિપોર્ટસનું માનીએ તો કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ થી જગ્યાએ ૧૨,૦૦૦ રૂપિયા ત્રણ સમાન હપ્તામાં આપશે.

આ ઉપરાંત ખેડૂતોને એ પણ આશા છે કે ૨૦૨૪ પહેલા અથવા ડીસેમ્બર ૨૦૨૧માં જ સરકાર પીએમ કિસાનની રકમમાં વધારો કરી શકે છે. બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપસિંહ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર

અને નાણામંત્રી નિર્મલા સીતારમણની મુલાકાત લીધી ત્યારે આ ચર્ચાએ જોર પકડયુ હતુ. મીડીયા રિપોર્ટસમાં આ પ્રધાનના સ્ટેટમેન્ટને લઇને સમાચારો ચાલ્યા હતા કે પીએમ કિસાન સમ્માન નીધીની રકમ બમણી થવાની છે. સરકારે તેની પુરી તૈયારીઓ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સમ્માન નીધી હેઠળ કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં ૨-૨ હજારના ૯ હપ્તાઓ આપી ચુકી છે. પહેલા હપ્તામાં ૩,૧૬,૦૮,૯૪૧ ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૂપિયા જમા થયા હતા

તો નવમા હપ્તામાં ૧૦,૭૯,૪૪,૯૪૨ ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થયા છે. ત્યારબાદ પહેલી ડીસેમ્બરથી માર્ચ વચ્ચે ખેડૂતોના ખાતામાં ૧૦ મો હપ્તો જમા થવા લાગશે.

Read About Weather here

શકય છે કે ૧૫ ડિસેમ્બર અથવા તે પહેલા ખેડૂતોના ખાતામાં હપ્તો આવે. અત્યારે ૩૦ નવેમ્બર સુધીમાં બાકી રહેલા ખેડૂતોના ખાતામાં ૯માં હપ્તાના પૈસા જમા કરાવાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here