સુકેશે હોમ સેક્રેટરી બનીને તેમની પત્ની અદિતિ સિંહને ફસાવ્યાં અને 200 કરોડનો ચૂનો લગાડ્યો છે. ઈડીની ચાર્જશીટમાં સામેલ એક ઓડિયો રેકોર્ડિંગથી સ્પષ્ટ સમજાય છે કે આ ગેમ કેવી રીતે રમવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ વાતની શરૂઆત 2019થી થઈ છે. બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસના કથિક બોયફ્રેન્ડ અને કરોડોની મની લોન્ડરિંગમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરની વધુ એક પોલ ઉઘાડી પડી ગઈ છે. આ કેસ રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્ની પાસેથી 200 કરોડ ઠગ્યાનો છે.
શિવિંદર છેતરપિંડીના આરોપમાં 2017થી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં બંધ શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહને એક ફોન આવ્યો હતો.
બીજી બાજુથી બોલનારી વ્યક્તિએ પોતાના હોમ સેક્રેટરી અજય ભલ્લા તરીકે ઓળખ આપી અને કહ્યું હતું કે તેઓ તેમના પતિને ટૂંક સમયમાં જ જામીન અપાવી શકે છે. આ ફોન કરનાર બીજું કોઈ નહીં, પરંતુ સુકેશ ચંદ્રશેખર જ હતો.
હોમ સેક્રેટરી બનીને વાત કરનાર સુકેશે કહ્યું હતું કે તેની પહોંચ ગૃહમંત્રી અમિત શાહ સુધી છે. તેથી જ તેઓ અદિતિના પતિને જેલમાંથી છોડાવવામાં મદદ કરી શકે છે. એ માટે તેમણે પાર્ટી ફંડમાં દાન કરવાનું રહેશે.
સુકેશની વાતમાં આવીને અદિતિએ પાર્ટી ફંડના નામે લગભગ 200 કરોડ આપી દીધા હતા. મહિનાઓ પછી તેને સમજાયું હતું કે કોઈ તેની સાથે ફ્રોડ કર્યું છે. આ આખી છેતરપિંડી સુકેશે જેલમાં બેઠાં બેઠાં કરી હતી. તે 2017થી જેલમાં છે.
તેણે 2020થી 2021 સુધીમાં 30 હપતામાં અદિતિ પાસેથી 200 કરોડ લીધા છે.જૂન 2020 સુધી અદિતિને શંકા થવા લાગી હતી. સુકેશને પણ આ વાત સમજાઈ ગઈ હતી. તેણે અદિતિને વિશ્વાસમાં લેવા માટે લૉ સેક્રેટરી અનુપ કુમાર અને તેમના જુનિયર અભિનવના નામે અલગ અલગ લોકો સાથે વાત કરાવી હતી.
જુલાઈ 2020માં ઈડીએ અદિતિને તેની સાથે થતી છેતરપિંડી મામલે અલર્ટ કરી હતી. ત્યાર પછી અદિતિએ ફોન કોલ રેકોર્ડ કરવાના શરૂ કર્યા હતા.અદિતિએ સુકેશ સાથે 11 મહિનમાં કરેલા 84 કોલ રેકોર્ડ્સ ઈડીને સોંપ્યા હતા.
ઘટનાનો ઘટસ્ફોટ થયા પછી અદિતિએ સુકેશ ચંદ્રશેખર સામે 200 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અદિતિએ જણાવ્યું હતું કે તેણે તેનાં દાગીના અને મિલકત વેચીને 200 કરોડ આપ્યા હતા.
ત્યાર પછી પણ તેને ધમકીઓ મળતી હતી. વિદેશમાં ભણતાં તેમનાં બાળકોને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી.અદિતિએ જેલમાં બંધ તેના પતિ શિવિંદર સિંહને આખી વાત જણાવી હતી.
Read About Weather here
ત્યારે શિવિંદરે તેને લો સેક્રેટરી સાથે વાત કરવા કહ્યું હતું. ત્યારે અદિતિએ કહ્યું હતું કે ગૃહ સચિવ અજય ભલ્લાએ જ તેમને મળવાનો વાયદો કર્યો છે. અમિત શાહે પર્સનલી તેને કહ્યું હતું કે તેઓ મને કોલ કરશે અને જરૂર પડશે ત્યારે મળશે પણ ખરા. આ આખી વાતથી છેતરપિંડીનો ઘટ્સ્ફોટ થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here