20 લાખના દારૂ સાથે થોરાળાના બે શખ્સો ઝડપાયા

20 લાખના દારૂ સાથે થોરાળાના બે શખ્સો ઝડપાયા
20 લાખના દારૂ સાથે થોરાળાના બે શખ્સો ઝડપાયા


ક્રાઈમ બ્રાંચની ટીમે રાણપર ગામ પાસેથી બોલેરો જીપ તથા ડોસલી ઘુના ગામેથી રૂ.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

કુવાડવા ગામથી વાંકાનેર તરફનાં રસ્તે આવેલા રાણપર ગામનાં પાટીયા પાસે અને સુરેન્દ્રનગરનાં ડોસલી ઘુના ગામની સીમમાં વિદેશી દારૂ તથા વાહનો સહિત કુલ રૂ. 40 લાખના મુદ્દામાલ સાથે રાજકોટનાં થોરાળા વિસ્તારનાં બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ શહેર વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ અંદતર નાબુદ કરવાની ઉચ્ચ અધિકારીઓની સુચના મળતા ક્રાઈમ બ્રાંચની ટીમે કુવાડવા ચોકડીથી વાંકાનેર તરફ જતા રસ્તે રાણપર ગામના પાટીયા પાસે શંકાસ્પદ બોલેરોમાં બે શખ્સો નીકળતા પોલીસે તેનો પીછો કરી અટકાવી તલાસી લેતા વિદેશી દારૂની 100 પેટી બોટલ નંગ 1200 કિંમત રૂ. 480,000 સાથે બોલેરોનો ચાલક નિતીન વિનુ વાઘેલા (ઉ.વ.24 રહે. નવા થોરાળા શેરી.5) તથા મહેન્દ્ર દિનેશ પરમાર (નવા થોરાળા વિજયનગર) નામના બંને શખ્સોની ધરપકડ કરી સધન પૂછપરછ કરતા પકડાયેલા દારૂનાં જથ્થા તેઓ નવા એરપોર્ટ પાછળ વાડી વિસ્તારમાં એક ઈંગ્લીશ દારૂનો ટ્રક ઉભો છે.

ત્યાંથી ભરીને આવતા હોવાની કબૂલાત આપતા પોલીસે તાત્કાલિક ઉપરોક્ત સ્થળે રેડ કરતા બોટલ નંગ 3552 કિંમત રૂ. 1420800 તથા ટ્રેક, ટ્રેક્ટર, ઈનોવા કાર સહિત કુલ રૂ. 3221300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Read About Weather here

ઉપરોક્ત સ્થળ સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડી ગામની હદમાં આવતા હોય જેથી તપાસ નાના મોલડી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે રૂ. 40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here