2 ટેન્કર ડ્રાઈવર વચ્ચે થયેલો ઝઘડો લોહીયાળ બન્યો

2 ટેન્કર ડ્રાઈવર વચ્ચે થયેલો ઝઘડો લોહીયાળ બન્યો
2 ટેન્કર ડ્રાઈવર વચ્ચે થયેલો ઝઘડો લોહીયાળ બન્યો
ઘટનાને પગલે મહિધરપુરા પોલીસ દોડતી થઈ હતી અને આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી હતી. જોકે, સવારથી જ સાથી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને ન્યાયની માગ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે મહિધરપુરા પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. સુરતની સુમુલ ડેરીમાં બે ટેક્નર ડ્રાઈવર વચ્ચે થયેલો ઝઘડિયો લોહીયાળ બન્યો હતો. એક ડ્રાઈવરે બીજાની છાતીમાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

મહિધરપુરા પોલીસે જણાવ્યું કે, સુમુલ ડેરી સામે આવેલી મિલિન્દ્રનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા સુનિલ સંતલાલ ગુપ્તા (૩૦ વર્ષ)નો શુક્રવારે સાંજે સુમુલ ડેરીમાં પાર્કિંગ બાબતે રવિ નામના બીજા ટેક્નર ડ્રાઈવર સાથે ઝઘડો થયો હતો.

ઝઘડા દરમિયાન રવિએ ચપ્પુ વડે સુનિલ પર હુમલો કર્યો હતો. રવિએ સુનિલની છાતીમાં ચપ્પુ ઘૂસાડી દેતાં તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. સુમુલ ડેરીના કેમ્પસમાં થયેલી આ ઘટનાએ ચકચાર જગાવ્યો હતો.

ઘાયલ થયેલા ડ્રાઈવરને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. મહિધરપુરા પોલીસને જાણ કરવામાં આવતાં તે ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાના આરોપી રવિ શુક્લાની ધરપકડ કરી હતી.

મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, સુનિલની હત્યાને લઈને ડેરીના કર્મચારીઓએ હડતાળ પાડી છે. ન્યાય મળે તે માટે લડત ચલાવી રહ્યા છે. એવામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ઉલ્લેખનીય છે કે, હત્યાને લઈને ડેરીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ડેરીના કેમ્પસમાં પાર્કિંગ મુદ્દે થયેલો સામાન્ય ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો.

ડેરીના ડ્રાઈવરોનું કામ દૂધની ડિલિવરી કરવાનું હોય છે પરંતુ ચપ્પુ લઈને ફરતાં આવા ડ્રાઈવરોનું પોલીસ વેરિફિકેશન થવું જોઈએ તેવી માગ પણ થઈ રહી છે.

Read About Weather here

હત્યાને પગલે સુમુલ ડેરીમાં કામ કરતાં કર્મચારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. સુમુલ ડેરીમાં ડ્રાઈવર હથિયાર સાથે આવતાં ભારે ચર્ચા થઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here