2 ઓગસ્ટ સંવેદના દિવસની ઉજવણી: મુખ્યમંત્રી રાજકોટ આવશે

2 ઓગસ્ટ સંવેદના દિવસની ઉજવણી: મુખ્યમંત્રી રાજકોટ આવશે
2 ઓગસ્ટ સંવેદના દિવસની ઉજવણી: મુખ્યમંત્રી રાજકોટ આવશે

લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરવામાં નહીં આવે, સત્તાવાર માહિતી હવે પછી જાહેર થશે

તા.1 થી 9 ઓગસ્ટ સુધી રાજય ભરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. 2 ઓગષ્ટે રાજકોટ શહેરમાં સંવેદના દિવસ ઉજવવામાં આવશે તેમ રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, સંવેદના દિવસની ઉજવણીમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે.

Subscribe Saurashtra Kranti here

આ કાર્યક્રમમાં અનાથ બાળકો, માનસિક ક્ષતીવાળા બાળકો, કોરોનામાં મા-બાપનું મૃત્યુ થયેલુ હોય તેવા અનાથ બાળકો, વિધવા સહાય સહિતના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. અલગ અલગ સ્થળે કાર્યક્રમો યોજાશે.

લોકાપર્ણ કે ખાતમુર્હૂત કરવામાં આવશે નહીં. કાર્યક્રમોમાં ભાગ લેનારાઓએ કોરોનાના પ્રોટોકોલનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. માસ્ક ફરજીયાત રહેશે. સાથે સાથે સોશિયલ ડિસટન્સ પણ જાળવવાનું રહેશે. સંવેદના દિવસની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે. 2 ઓગષ્ટે સંવેદના દિવસની ઉજવણીની કાર્યક્રમની રૂપરેખા હવે પછી જાહેર કરવામાં આવશે.

Read About Weather here

2 ઓગષ્ટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ આવવાના હોય ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે. કાર્યક્રમને લઇને આગામી દિવસોમાં સંબંધિત અધિકારીઓની મીટિંગ યોજાનાર છે. સંવેદના દિવસની ઉજવણીમાં વિધવા, વૃધ્ધા અને ગરીબ બહેનોને સહાય આપવામાં આવશે. કાર્યક્રમની વિસ્તૃત માહિતી આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here