2 સગીર બહેનો પર દુષ્કર્મ પ્રકરણમાં ત્રિપુટી પકડાઈ

2 સગીર બહેનો પર દુષ્કર્મ પ્રકરણમાં ત્રિપુટી પકડાઈ
2 સગીર બહેનો પર દુષ્કર્મ પ્રકરણમાં ત્રિપુટી પકડાઈ
ભોગગ્રસ્ત સગીરાને પ્રેગ્નન્સી ટેસ્ટ માટે બોલાવાયા બાદ નાની બહેન સાથે ગયેલી સગીરાને બાંધી એક શખસે બે મદદગારની મદદથી દુષ્કર્મ આચર્યુ હોવાનુ જાહેર થયુ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા પંથકમાં સગીર વયની બે બહેનો પર દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં પોલીસે કુકર્મ આચરનાર અને તેના મદદગાર બે મિત્ર સહિત ત્રણેયની ધરપકડ કરી લીઘી છે.આ બનાવે ખંભાળિયા સહિત પંથકભરમાં ભારે ચકચાર જગાવી છે.પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ખંભાળીયાના નિકેશ ચંદુભાઇ પ્રજાપતિએ પંથકના એક પરિવારની 16 વર્ષ અને 9 માસની વય ધરાવતી સગીરાને લલચાવી ફોસલાવી મિત્રતા કેળવી તેની સાથે અવાર નવાર અલગ અલગ સ્થળે શરીર સબંધ બાંધ્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

ત્યારબાદ આરોપી નિકેશ પ્રજાપતિએ એક ચોક્કસ સ્થળે રૂમ પર ફરીવાર ગત 27ના રોજ સગીરાને પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા બોલાવી હતી અને સગીરા તેણીની ચૌદ વર્ષ બે માસની નાની બહેનને સાથે લઈને આરોપીઓના રૂમે ગઈ હતી.ત્યારે આરોપી નિકેશએ સગીરાની નાની બેનને રૂમમાં એકલી બોલાવતા મોટી બહેને નાની બહેનને એકલા રૂમમાં જવાની ના કહી દીધી હતી. જે વેળા આ સ્થળે હાજર રહેલ આરોપી નિકેશના મિત્ર આરોપી આશિષ કારૂભાઈ આહીર અને મહેશ ચાવડાએ સગીરાને દુપટ્ટા વડે હાથ પગ બાંધી દઈ અને આરોપી આશિષ કારૂભાઈ આહિરએ છરી કાઢી બન્ને આરોપીઓએ સગીરાને રાડા રાડી કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Read About Weather here

ત્યારબાદ આરોપી નિકેશે સગીરાની નાની બહેન સાથે મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનું જાહેર થયું છે. આ ફરીયાદના આધારે પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ પીઆઇ જુડાલ તથા સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને દુષ્કર્મ આચરનાર તેમજ મદદગાર બંને મિત્રોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર મામલે ભોગગ્રસ્તના પરીજનએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોકસો એકટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here