2 વર્ષની મંદી બાદ ફટાકડા બજારમાં ધુમ ખરીદીની રાહ જોતા વેપારીઓ

2 વર્ષની મંદી બાદ ફટાકડા બજારમાં ધુમ ખરીદીની રાહ જોતા વેપારીઓ
2 વર્ષની મંદી બાદ ફટાકડા બજારમાં ધુમ ખરીદીની રાહ જોતા વેપારીઓ

દિવાળીના એક સપ્તાહ પહેલા ઘરાકી સારી નીકળશે તેવી આશા
બજેટ વધારવું પડશે: ફટાકડાના ભાવમાં 30 ટકાનો વધારો

પ્રકાશ અને ઉત્સાહનું પર્વ દિવાળીની ઉજવણીનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચૂકયું છે ત્યારે અવનવી અનેક વેરાયટીના ફટાકડા વચ્ચે પણ જૂના ફટાકડાની માંગ યથાવત છે. આ વર્ષે ફટાકડાની બજારમાં 25 ટકાથી વધુનોભાવ વધારા થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાને કારણે ગત વર્ષે દિવાળીના તહેવારની ઉજવણી ફીક્કી રહી રહી હતી. આ વર્ષે સ્થિતિ સારી છે તો ભાવવધારો થઇ ગયો છે. ફટાકડા બજારમાં 25 થી 30 ટકાનો ભાવવધારો દરેક આઇટમમાં નોંધાયો છે.

એ જોતા દિવાળીના અંતિમ દિવસોમાં ફટાકડા બજારમાં ખરીદીનો ધમધમાટ જોવા મળે તેમ છે.શહેરમાં અત્યાર સુધીમાં ફક્ત 10 ટકા સ્ટોલ શરૂ થઇ શક્યા છે. ફટાકડાના ભાવમાં વધારો થયો હોવાથી છૂટક અને જથ્થાબંધમાં ફટકાડકાના વેચાણ પર અસર વર્તાશે તેમ વેપારીઓ કહે છે.

દશેરાથી ફટાકડા વેચાણની શરૂઆત થઇ જતી હોય છે. બજારમાં આસપાસના ગામોના નાના-મોટા વેપારીઓ તેમજ સિઝનલ ધંધો કરતા વેપારીઓ છુટક વેચાણ માટે ફટાકડાની ખરીદી કરવા આવતા હોય છે.

અત્યાર સુધીમાં નજીકના ગામોના વેપારીઓના કારણે 60 ટકા જેટલા ફટાકડાનું વેચાણ થઇ જતું હોય છે. પરંતુ આ વર્ષે નથી.બીજી તરફ ફટાકડાના મુખ્ય ઉત્પાદન કેન્દ્ર દક્ષિણના શિવાકાશીમાં ફટાકડાઓનું ઉત્પાદન ઓછું થતાં ફટાકડાના ભાવોમાં 20 થી 25 ટકાનો વધારો ઝીંકાયો છે.

જેનો બોજ ફટાકડા ખરીદનાર સામાન્ય લોકો પર પડશે. દિવાળીના તહેવારોમાં આમઆદમીની આર્થિક કેડ ભાંગી જશે. આમ છતાંયે ફટાકડાના વેપારીઓ આગામી તા. 24 મી એ રવિવારથી ફટાકડાની ખરીદીનો માહોલ જામવાની આશા સેવી રહ્યા છે.

ફટાકડાના ભાવોમાં ખરીદીના પ્રથમ દોરથી વધારો અમલી બનાવી દેવામાં આવ્યો છે. એ વધારો માત્ર હોલસેલ ખરીદી નહીં છૂટક વેચાણમાં અમલી બનાવાયો છે.

દર વર્ષે ફટાકડામાં વિવિધ વેરાયટી જોવા મળતી હોય છે. આ વર્ષે આર્મી ટેન્ક અને ચાઈનીઝ ચાવીએ આકર્ષણ જમાવ્યું છે. ઉપરાંત ચાઈનીઝ ફટાકડાની ડિમાન્ડ પણ જોવા મળી છે.

આ વખતે બાળકોમાં કાર્ટુન, બાહુબલી, છોટા ભીમ, ડોરેમોન, પોકેમોન, સ્પાઈડર મેન, સુપરમેન, સિંઘમ, દેશભકિતમાં એલેસ્ટીક ટેન્ક, કમોન્ડો, અને જુરાસિક ફટાકડાની માંગ છે.

આ વખતે મોટો અવાજ કરતા ફટાકડા કરતા રોશની ફેલાવે તેવા ફટાકડાની ડિમાન્ડ વધુ જોવા મળી છે. આકાશમાં જઈને તારા મંડળ રચતા ફટાકડાઓ પણ મોટા પ્રમાણમાં વેચાય છે

બાળકો માટે તો અનેક પ્રકારના ફટાકડા બજારમાં છે. ફૂલઝરથી લઈ સુતળી બોમ્બ, રોકેટ વગેરે ફટાકડાની ખરીદી પણ શરૂ થવા લાગી છે., ચાંદલિયા, ફૂલઝર, શંભુ, લવીંગીયા, ભમચકરડી,

દેરાણી-જેઠાણી, તારામંડળ, રોકેટ, લક્ષ્મી બોમ્બ, વ્હીસલ, સુતળી બોમ્બ, મીર્ચી બોમ્બ, 555, પોપપાંપ, ચકલી બોમ્બ સહિત નાના-મોટા અનેક ફટાકડાઓ દુકાનોમાં આવી ગયા છે.

2000 પ્રકારના ફટાકડા બજારમાં આવ્યા છે જેની કિંમત રૂા.5 થી લઈને 8000 રૂ. સુધીની કિંમતનો એક 5ીસ મળે છે. મોટાભાગે ફટાકડા રાજસ્થાન ભરતપુર, શિવાકાશી, ઈન્દોરથી મંગાવવામાં આવે છે.

દિવાળી દરમિયાન લોકો કરોડો રૂપિયાના ફટાકડાઓ ફોડે છે. જો કે, બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે સિઝનલ ધંધો કરતા અને થડાં નાખીને ફટાકડાનું વેચાણ કરતા ઓછા થયા છે.

Read About Weather here

તેની અસર ફટાકડા બજાર ઉપર પડી છે. આમ છતાં દિવાળીના એક સપ્તાહ પહેલા ઘરાકી સારી નીકળશે તેવી આશા છે.(4)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here