2 લાખના ગાંજા સાથે ઈસમ ઝડપાયો  

2 લાખના ગાંજા સાથે ઈસમ ઝડપાયો
2 લાખના ગાંજા સાથે ઈસમ ઝડપાયો

શહેરની ભાગોળે સોખડા રોડ પર શંકાસ્પદ હાલતમાં ઊભેલા ઇસમની પોલીસે તલાશી લેતા તેની પાસેથી રૂ .2 લાખનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, પરાપીપળિયા રહેતો ઇસમ સુરતથી ગાંજો લઇને આવ્યો હતો અને રાજકોટમાં તેનું વેચાણ કરે તે પૂર્વે પોલીસે પકડી લીધો હતો. અગાઉ કેટલી વખત માદક પદાર્થ લઇ આવ્યો હતો તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી હતી.

Read Saurashtra Kranti E-Paper here

શહેર પોલીસની એસઓજીના પીઆઇ ઝાલા અને પીએસઆઇ ખેર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કુવાડવા રોડ પર સોખડા નજીક એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઊભો હોય પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો, કબ્જે થયેલો પદાર્થ શું છે તે સ્પષ્ટ કરવા પોલીસે એફએસએલ અધિકારીને બોલાવ્યા હતા અને તેમણે તે જથ્થો ગાંજો હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

પોલીસે રૂ.2,05,480ની કિંમતનો 20,548 કિલોગ્રામ ગાંજો જપ્ત કરી જામનગર રોડ પરના પરાપીપળિયામાં રહેતા સોહેલ અબ્દુલ આરબ (ઉ.વ.30)ની ધરપકડ કરી હતી.

Read About Weather here

પોલીસને સોહેલ પાસેથી સુરતની બસની ટિકિટ પણ મળી આવી હતી, પોલીસે તે મામલે પૂછપરછ કરતાં ગાંજાનો જથ્થો સુરતથી લાવ્યાની તેણે કબૂલાત આપી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સોહિલ સાધુ વાસવાણી રોડ પર ફ્રૂટની લારી ચલાવે છે, સોહેલ અગાઉ કેટલી વખત માદક પદાર્થ લઇ આવ્યો હતો, કબજે થયેલો ગાંજો કોને આપવાનો હતો તે સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here