આ વિસ્તારમાં સોનાના દાગીનાઓ બનાવવાનું કામ મોટાપાયે થાય છે. જીવને જોખમમાં મૂકીને કામ કરતાં લોકોને ક્યારેક જીવ ખોવાનો વખત આવતો હોય છે. ત્યારે રાત્રિના અંધારામાં જીવનું જોખમ ખેડનારા બે યુવકોનું સુરતના ભાગળ વિસ્તારમાં અંબાજી મંદિર નજીક મોત થયા હતા. તેથી સોનું ઓગાળ્યા બાદ તેના ટુકડા અને અંશો ગટરમાંથી કાઢવાની જોખમી કામગીરી બે યુવકો રાત્રિ દરમિયાન કરી રહ્યાં હતાં, રાત્રિના સમયે ગટરમાં ઉતરીને માટી કાઢતાં બન્ને યુવકો બેભાન થયા બાદ તેમને બહાર કાઢીને સારવાર માટે લઈ જવાયા હતાં.
Visit Saurashtra Kranti Homepage here
જ્યાં તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતાં.બે યુવાનોની હજી તેમની ઓળખ થઈ નથી. બન્ને અંબાજી વિસ્તારની અંદર ગટરનું ઢાંકણું ખોલીને અંદર ઉતર્યા હતા. તે દરમિયાન માટી કાઢતી વખતે ગટરમાં ગૂંગળામણ થતાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તેના કારણે તેમનું મોત નિપજ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. ફાયર વિભાગને રાતે 3 વાગ્યાનીની આસપાસ કોલ મળ્યો હતો અને ફાયર વિભાગ દ્વારા બન્ને યુવકો અને ગટરમાંથી બહાર કઢાયા હતા.
Read About Weather here
ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે બે યુવકો ગટરમાં ગૂંગળાતા હોવાનો કોલ મળ્યો હતો. ઘટનાસ્થળ પર ગાંધી શેરી અને નવસારી બજાર ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. યુવકોને ગટરની અંદર ગેસ ગૂંગળામણ થતી હોય તે પ્રકારનું ધ્યાને આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, ગટરમાં ઘણી વખતે વ્યક્તિઓ અંદર ઉતરે છે. ત્યારે ગૂંગળામણને કારણે આ પ્રકારે મોત નીપજતા હોય છે.બંન્ને યુવકોને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતાં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here