તબીબોનું કહેવું છે કે હાલ માતા અને બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. બદમલ્હારામાં બાળકીના જન્મ પછી, ડોકટરોએ તેને સારી સંભાળ માટે છતરપુર જિલ્લા હોસ્પિટલમાં મોકલી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
મધ્યપ્રદેશના છતરપુરમાં અનોખી બાળકીનો જન્મ થયો છે. આ બાળકીને બે માથા છે. બીજું માથું છોકરીના પગ તરફ છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ સમગ્ર જિલ્લામાં તેની ચર્ચા થઈ રહી છે.
મળતી માહિતી મુજબ, સરગુવાન ગામમાં રહેતી ૨૪ વર્ષીય પૂજા પતિ અંતુ કુશવાહાને લેબર પેઈનને કારણે બુધવારે રાત્રે બાદમલ્હારાબ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી.
ગુરુવારે સવારે અહીં તેમની નોર્મલ ડિલિવરી થઈ હતી. તેણે સવારે ૮ વાગ્યે બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જોઈને ડોકટરો પણ આશ્યર્યચકિત થઈ ગયા હતા. તેના શરીરમાં બે માથા હતા. બીજું માથું પગ પાસે હતું!
વધુ વિગતો મુજબ બાળકના માથાના નીચેના ભાગમાં વાળ અને આંખો, નાક, કાન સંપૂર્ણ રીતે વિકસિત નથી. માત્ર ચિહ્રનો જ દેખાય છે. જન્મ સમયે બાળકીનું વજન ૩.૩ કિલો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આરોગ્ય વિભાગની ટીમ તેને વિકૃતિ ગણાવી રહી છે. BMO હેમંત મરૈયાએ સંધ્યા શર્મા અને સોનમ મૌર્યએ મહિલાને ડિલિવરી કરાવી હતી. ત્યારબાદ આ વાત ખૂબ ઝડપથી વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. આ વાત જાણી લોકો આશ્યર્યમાં મુકાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ બે માથા ધરાવતી બાળકીના જન્મની ઘટના સામે આવી ચૂકી છે. તેના પહેલા ૨૦૧૪માં હરિયાણાના સોનીપતમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો.
ત્યાં મહિલાએ બે માથાવાળી બાળકીને જન્મ આપ્યો હતા. મહિલા ખૂબ જ ગરીબ હોવાથી ગર્ભાવસ્થા દરમિયાન અલ્ટ્રાસાઉન્ડ કરાવી શકતી નહોતી. જેથી તેને ગર્ભમાં બે માથાવાળી બાળકી હોવાનો ખ્યાલ જ આવ્યો ન હતો.
Read About Weather here
ગત એપ્રિલ મહિનામાં ઓડિશાના કેન્દ્રપારામાં મહિલાએ ખાનગી નર્સિંગ હોમમાં બે માથા અને ત્રણ હાથ ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના બંને ચહેરાના નાક અને મોં સંપૂર્ણ રીતે વિકસિત હતા. બંને મોઢામાંથી બાળકીને ફીડ કરાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here