2 બાળકના પિતાએ 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું

2 બાળકના પિતાએ 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું
2 બાળકના પિતાએ 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું
પોલીસે હવસખોર શખ્સને પકડી પાડી આરોપીની આઈપીસી કલમ-376(2-એન), 354(ઘ), જાતીય સતામણી ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-2012 ની કલમ 4-6 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જસદણની ગેબનશાહ સોસાયટીમાં રહેતા અને બે સંતાનના પિતા એવા મુસ્લિમ શખ્સે ટ્યુશન ક્લાસમાં જતી 16 વર્ષીય સગીર વિદ્યાર્થિનીને ગેસ્ટ હાઉસમાં મળવાના બહાને બોલાવી સગીરાની મરજી વિરુધ્ધ અવારનવાર 6 માસ સુધી શરીર સબંધ બાંધતા અંતે કંટાળીને સગીરાએ પરિવારજનોને જાણ કરી પોલીસ ફરિયાદ કરવાની હિંમત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જસદણની ગેબનશાહ સોસાયટીમાં રહેતો જુનેદ ઈકબાલ ચૌહાણે(ઉ.વ.29) શહેરના ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે જતી 16 વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવી હતી. સગીરા જે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે જતી હતી તે શેરીમાં આ આરોપી 6 મહિનાથી આંટાફેરા કરી સગીરાનો પીછો કરી સગીરાને ભોળવી તેનો મોબાઈલ નંબર આપી શહેરના ગુજરાત ગેસ્ટ હાઉસ ખાતે મળવાના બહાને બોલાવી સગીરાની મરજી વિરુધ્ધ સબંધ બાંધતો હતો.આખરે સગીરા કંટાળી ગઈ હતી

Read About Weather here

અને સમગ્ર ઘટનાની તેના પરિવારજનોને જાણ કરતા સગીરાના પિતાએ હિંમત દાખવી હવસખોર શખ્સ સામે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેની દીકરીની ઉંમરની સગીરાને હવસનો શિકાર બનાવવાની ટેવ ધરાવતો આ શખ્સ આખરે જેલના સળિયા પાછળ ધકેલાતાં તેને કાયદાનું ભાન થયું હતું.નોંધનીય છે કે દુષ્કર્મી શખ્સ જુનેદ ઈકબાલ ચૌહાણ બે બાળકોનો પિતા છે અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here