2 કંપની પર આઈટી રેડ…!

2 કંપની પર આઈટી રેડ...!
2 કંપની પર આઈટી રેડ...!
એસ્ટ્રલ પાઈપ્સની સિંધુ ભવન ઓફિસ પર રેડ કરવામાં આવી છે. કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ પણ તૈનાત કરાયો છે. ઇન્કમટેક્સના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે અમદાવાદની બે જાણીતી કંપનીઓ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.બંને કંપની સાથે સંકળાયેલા મોટા અધિકારીઓને ત્યાં ચાલતા સર્ચ ઓપરેશનમાં લગભગ 150થી વધુ અધિકારીઓ જોડાયા છે.

આ સર્ચમાં મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે.આ અંગે મળતી વિગતો મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં કંપનીના વિવિધ સ્થળો પર તપાસ ચાલી રહી છે.

એસ્ટ્રલ પાઈપ્સના 40 ઠેકાણાઓ પર આ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાંથી અમદાવાદમાં 25 અને ગુજરાત બહારના 15 સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બંને કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ ચેકિંગ ચાલુ છે.

Read About Weather here

એસ્ટ્રલ પાઈપ્સનાં ચેરમેન સંદિપ એન્જિનિયર અને રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં ઇન્કમટેક્સની ટીમ તપાસ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here