નેશનલ વોર મેમોરીયલ સમારોહમાં ભાગ લેતા વડાપ્રધાન; ચાર સ્વર્ણિમ મશાલોની જ્યોતને અમર જવાન જ્યોતિ સાથે ભેળવી દીધી; પાકિસ્તાન પર વિજયનાં 50 વર્ષ પરીપૂર્ણ, મોદીએ કહ્યું આપણે સાથે મળીને દમનકારી તાકાતને પરાજય આપ્યો
1971 નાં યુધ્ધમાં પાકિસ્તાન પર ભારતીય સેનાએ મેળવેલા ભવ્ય વિજયને 50 વર્ષ પરીપૂર્ણ થતા આજે રાજધાની ખાતે નેશનલ વોર મેમોરીયલ પર એ ભવ્ય વિજયનાં શહીદોને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ ગરિમાભર્યા સમારંભમાં ભાગ લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણે સાથે મળીને દમનકારી તાકતો સામે લડાઈ લડી અને તેમને હરાવ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિજય દિવસનાં રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેવા બાંગ્લાદેશની રાજધાની ઢાંકા પહોંચ્યા છે. તેઓ યુધ્ધ સ્મારક ખાતે સમારંભમાં ભાગ લેશે.
વોર મેમોરીયલ પહોંચેલા વડાપ્રધાને 71 નાં યુધ્ધનાં શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. એ દરમ્યાન 4 સ્વર્ણિમ મશાલોની જ્યોતને વોર મેમોરીયલ પર અમર જવાન જ્યોતિ સાથે ભેળવી દીધી હતી. વડાપ્રધાને ગયા વર્ષે 4 મશાલો પ્રગટાવી હતી.
જે દેશના વિવિધ ભાગોમાં લઇ જવામાં આવી હતી. વડાપ્રધાને 50 માં વિજય દિવસ પર બહાદુર જવાનો અને એમની વીરતા તથા બલિદાનને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણે સહુએ સાથે મળીને દમનકારી તાકતને પરાજય આપ્યો હતો.
16 ડિસેમ્બર 1971 નાં રોજ ભારતે બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી. ભારતે યુધ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો હતો અને પાકિસ્તાનનાં 93 હજાર સૈનિકોએ સાગમટે આત્મ સમર્પણ કર્યું હતું.
Read About Weather here
આ પ્રસંગે હાજર સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે કહ્યું હતું કે, 1971 નું યુધ્ધ ભારતનાં સૈન્ય ઈતિહાસનો સોનેરી અધ્યાય છે. આપણને આપણા સશસ્ત્ર દળો અને એમની સિધ્ધિઓ પર ગર્વ છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here