150 ફૂટ રિંગ રોડ પર અવધ ટાવર નજીકની ઘટના…

150 ફૂટ રિંગ રોડ પર અવધ ટાવર નજીકની ઘટના…
150 ફૂટ રિંગ રોડ પર અવધ ટાવર નજીકની ઘટના…

કેન્સરની બીમારીથી કંટાળી ડેન્ટિસ્ટની પત્નીનો આપઘાત

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર અવધ ટાવર નજીક રહેતા ડેન્ટિસ્ટની પત્નીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવનનો અંત લાવ્યો હતો, કેન્સરની બીમારીથી કંટાળી મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હતું.

150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ અવધ ટાવર નજીક રહેતા રોશનીબેન પ્રકાશભાઇ પિત્રોડા (ઉ.વ.35)એ રવિવારે બપોરે પોતાના ઘરે દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો હતો.

શહેરમાં આપઘાતના કેસ  દિવસેને દિવસે વધતાં જતાં જોવા મળે છે. કોઈ આર્થિક ભીંસ ને કારણે તો કોઈ વિધ્યાર્થી પોતાના અભ્યાસનું પરિણામ સારું નહિ આવે તો તેવા ભયને કારણે તો કોઈ પોતાના સ્વાથ્યને કારણે આપઘાત કરતાં હોય છે તેવા કેસ આપણી સામે આવતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

ગઇકાલના રોજ પણ આવો જ એક આપઘાતનો કેસ સામે આવ્યો છે. શહેરના 150 ફૂટ રિંગ 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ અવધ ટાવર નજીક રહેતા રોશનીબેન પ્રકાશભાઇ પિત્રોડા (ઉ.વ.35)એ બપોરે પોતાના ઘરે દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો હતો.

બનાવની જાણ થતાં પરિવારજનોએ રોશનીબેનને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આપઘાતની ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઇ જીલરિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રોશનીબેનના લગ્ન આઠ વર્ષ પૂર્વે ડેન્ટિસ્ટ પ્રકાશ પિત્રોડા સાથે થયા હતા અન તેને સંતાનમાં એક પુત્રી છે, રોશનીબેનને આઠેક મહિનાથી કેન્સરની બીમારી લાગુ પડી હતી અને તેની સારવાર પણ ચાલુ હતી પરંતુ બીમારીની પીડાથી કંટાળી તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું.

Read About Weather here

રોશનીબેનના આપઘાતથી તેની માસૂમ પુત્રીએ માતાની હૂંફ ગુમાવતા પિત્રોડા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here