15 વર્ષ જૂના વાહનો ગણાશે ભંગાર..!

15 વર્ષ જૂના વાહનો ગણાશે ભંગાર..!
15 વર્ષ જૂના વાહનો ગણાશે ભંગાર..!

વર્ષો જૂના વાહનો પ્રદૂષણ ફેલાવે છે. તેના વાહનોથી ઘોંઘાટ પણ થાય છે. તેથી વાહનો અંગે એક નિર્ણય લેવાયો છે કે 15 વર્ષ જૂન વાહનો ભંગારમાં અપાસે.આ અંગે અમુક ચોક્કસ પ્રકારના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ વાહનોની ચકાસણી થસે અને એ મુજબ વાહનોની સ્થિતિ હસે તો જ વાહનનો ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવસે.

ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસીને લઈને ગુજરાતમાં 13મી ઓગસ્ટે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીનો એક કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના સવા કરોડથી વધુ 15 વર્ષ જૂનાં વાહનોનો સ્ક્રેપ ભંગાર વાડે લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભે રોડમેપ જાહેર કરવામાં આવશે. એમાં સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં જ આ સ્કેપ વ્હીકલ યાર્ડ બનશે.

Subscribe Saurashtra Kranti here

કેન્દ્ર સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી. આ પોલિસીના આધારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જાહેરાત કરશે, જેમાં ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. રિયુઝ, રિડયુઝ અને રિસાઈકલ ત્રણ ‘R’ પર આધારિત આ પોલિસીનો રોડમેપ જાહેરાત કરવામાં આવશે. સ્ક્રેપ યાર્ડ મોટે ભાગે ઓટોમોબાઇલ હબની આસપાસ બનાવવામાં આવશે. ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન:ઉપયોગ કરવાને લઈને ભાર આપવામાં આવ્યો છે.

આ વાહનોના નિકાલ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે કોઈ મહત્ત્વની સિસ્ટમ અને પોલિસી ન હોવાથી વાહનો જે–તે સ્થિતિમાં રોડ પર દોડતાં રહે છે. પરિણામે, વાહન અકસ્માત પ્રદૂષણ તેમજ ભંગાર વાહનોના નિકાલના પ્રશ્નો શિરદર્દ સમાન બની ચૂક્યા છે. ગુજરાત સહિત દેશમાં 15 વર્ષ જૂનાં વાહનોના સ્ક્રેપ માટે નવા ઉદ્યોગોની દિશા ખોલવા ભારત સરકાર તૈયાર છે,

Read About Weather here

જેના ભાગરૂપે ગુજરાતમાં આવેલા ઓટોમોબાઇલ હબની આસપાસ આવા ભંગારવાડા તૈયાર કરવામાં આવશે, એવું વાહન વ્યવહાર વિભાગના ટોચનાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળે છે. સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી, જ્યાં ઓટોમોબાઇલ સેઝ આવેલા છે એ સેઝની અંદર જ આ સ્કેપ વ્હીકલ યાર્ડ બનશે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here