1400 જિલેટિન સ્ટિકની ચોરી

1400 જિલેટિન સ્ટિકની ચોરી
1400 જિલેટિન સ્ટિકની ચોરી
બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવાતી જિલેટિન સ્ટિકના મોટા જથ્થાની ચોરીનો કિસ્સો રાજકોટ પોલીસ દફતરે નોંધાયો છે, વડાપ્રધાનના રાજકોટના આગમન પૂર્વે જ એક્સપ્લોસિવના મોટા જથ્થાની ચોરીથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે જે સ્થળેથી ચોરી થઇ તે ભરડિયાના એક કર્મચારીને સકંજામાં લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

કાલાવડ રોડ પર બ્રહ્મકુંજ સોસાયટીમાં રહેતા રાજહંસ સ્ટોન ક્રશર નામે વ્યવસાય કરતાં એભલભાઇ લાભુભાઇ જલુ (ઉ.વ.34)એ જિલેટિન સ્ટિકના જથ્થાની ચોરી અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એભલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શહેરની ભાગોળે લાપાસરીની ખાણમાં સ્ટોન ક્રશર સાઇટ ચાલી રહી છે, સ્ટોન ક્રશ કરવા માટે ખાણમાં બ્લાસ્ટ કરવામાં આવે છે અને આ માટે એક્સપ્લોસિવની જરૂરિયાત રહે છે, ગત તા.5ના ખાણની સાઇટ ઓફિસ પર જિલેટિન સ્ટિકનો જથ્થો આવ્યો હતો અને ઓફિસમાં રાખવામાં આવ્યો હતો.ગત તા. 6થી 7 દરમિયાન ઓફિસમાં ઘૂસી કોઇ શખ્સો 1400 જિલેટિન સ્ટિક, 250 નંગ બ્લાસ્ટિંગ કેપ અને બ્લાસ્ટિંગ કરવાનો 1500 મીટર વાયર સહિત કુલ રૂ.40500નો મુદ્દામાલ ચોરી ગયું હતું. તસ્કર ઓફિસના દરવાજાના તાળાં તોડીને અંદર ઘુસ્યા હતા અને હાથફેરો કરી ગયા હતા.

Read About Weather here

 જ્યારે કોઇ ઇસમોએ શાંતિ ડહોળવા માટે કોઇપણ સ્થળે ધડાકા કર્યા છે ત્યારે તેમાં જિલેટિન સ્ટિક સહિતના એક્સપ્લોસિવનો ઉપયોગ થયાનું અગાઉ તપાસમાં ખુલ્યું છે ત્યારે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આગમન થવાનું છે ત્યારે જ જિલેટિન સ્ટિકના મોટા જથ્થાની ચોરીને પોલીસે ગંભીરતાથી લીધી હતી અને પોલીસે ભરડિયાના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી, જેમાંથી પોલીસે એક શકમંદને બેસાડી દીધો હતો અને બે કર્મચારીઓ રહસ્યમય સંજોગોમાં નોકરી સ્થળ પરથી જતા રહેતા તેના પર પોલીસે તપાસ કેન્દ્રિત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here