14 વર્ષની માસુમ સગીર બાળકીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર સાવકા પિતાને 10 વર્ષ ની સખત કેદની સજાનો હુકમ કરતી કોર્ટ

14 વર્ષની માસુમ સગીર બાળકીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર સાવકા પિતાને 10 વર્ષ ની સખત કેદની સજાનો હુકમ કરતી કોર્ટ
14 વર્ષની માસુમ સગીર બાળકીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર સાવકા પિતાને 10 વર્ષ ની સખત કેદની સજાનો હુકમ કરતી કોર્ટ
આ કેસની વિગત એવી છે કે, શહેરમાં રહેતા મુળ ફરિયાદી સંગીતાબેન ઉર્ફે સોનલબેનના આરોપી લાલજી ઉર્ફે લાલો લીંબાભાઈ ગોહેલ સાથે બીજા લગ્ન થયા હતા. અને મૂળ ફરીયાદી અને આરોપી લાલજી ઉર્ફે લાલો ગોહેલ ગોંડલ શહેરમાં 14 વર્ષની બાળકી સાથે રહેતા હતાં ત્યારબાદ આરોપી લાલાજી ઉર્ફે લાલો ગોહેલની પોતાની સાવકી દીકરી પર દાનત બગડી હતી અને જયારે પણ ફરિયાદી મંજુરી અર્થે બહાર ગયેલ હોય

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે તેમજ જ્યારે ઘરના બધાજ સભ્ય સુઈ ગયેલ હોય ત્યારે આરોપી લાલજી ઉર્ફે લાલો ગોહેલ પોતાની સાવકી પુત્રી સાથે તેની મમ્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી , બીક બતાવી અવારનવાર બાળકી પર બળજબરીપૂર્વક અત્યાચાર ગુજારી દુષ્કર્મ અચરતો હતો અને ત્યાર બાદ એક વખત ભોગ બનનાર બાળકીને એકવાર ઉલ્ટી થતાં તેમજ પેટમાં દુખાવો થતા થતાં તેણીની માતા અને મુળ ફરિયાદી સંગીતાબેને ભોગબનનાર બાળકીનું મેડીકલ ચેક અપ કરવાતા

ભોગબનનાર બાળકી ગર્ભવતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું અને ફરિયાદીએ ભોગબનનાર સગીર બાળકીને આ બાબતે પુછપરછ કરતા સાવકા પિતાએ અવાર નવાર ધમકી આપી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાનુ ખુલ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં ફરિયાદીએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં આરોપી લાલજી ઉર્ફે લાલો લીબાભાઈ ગોહેલ સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપી લાલજી ઉર્ફે લાલો ગોહેલની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

Read About Weather here

જે કેસ અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ દ્વારા સરકારથી તરકે દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકાર તરફે કુલ 37 સાહેદો તપાસવામાં આવ્યા હતા અને અદાલત મુખ્યતવે ભોગ બનનારની જુબાની ફરિયાદી તથા ડોકટરની જુબાની તેમજ તપાસ કરનાર પોલીસ ઈન્સપેકટર જયપાલસિંહ જાડેજાની જુબાની અને સરકારી વકીલની ધારદાર દલીલો અને રજૂઆતોને ધ્યાને લઇ અદાલતના ન્યાયાધીશ વી.કે.પાઠકે આરોપી લાલજી ઉર્ફે લાલો ગોહેલને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here