14 વર્ષના યુવકનો સગી બહેન પર બળાત્કાર…!

14 વર્ષના યુવકનો સગી બહેન પર બળાત્કાર...!
14 વર્ષના યુવકનો સગી બહેન પર બળાત્કાર...!
પોલીસે બહેનની ફરિયાદ પર સગા ભાઈ સામે પોકસો એકટ અંતર્ગત કેસ નોધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં સંબંધોને કલંક લગાવતી ઘટના સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીંના હરોલી સબ ડિવિઝનમાં સગા ભાઈએ પોતાની નાની બહેન સાથે દુષ્કર્મ કર્યું હતું. જેના કારણે યુવતી ગર્ભવતી બની હતી.પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે હરોલી ડિવિઝનમાં આઠમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર તેનો ૧૪ વર્ષીય મોટો ભાઈ મે થી જુલાઇ ૨૦૨૧ દરમિયાન દુષ્કર્મ કરતો હતો.

બહેન ના પાડે તો ભાઈ મારપીટ કરતો હતો. આ ઘટનાનો ખુલાસો વિદ્યાર્થિની તબિયત બગડી ત્યારે થયો હતો. વિદ્યાર્થિની તબિયત ખરાબ થઇ તો તેની માતા તેને ડોકટર પાસે લઇ ગઈ હતી. તે સમયે ગર્ભવતી હોવાની જાણ થઇ હતી. જે પછી પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી.

હિમાચલ પ્રદેશમાં સંબંધાને કલંક લગાવનારો કેસ આવ્યો હોય તેવી પ્રથમ ઘટના નથી. ગત વર્ષે પિતરાઇ ભાઈ પર બહેને રેપનો આરોપ લગાવ્યો હતો. કાર શીખવાડવાના બહાને પીડિતાને લઇ ગયો હતો અને બળાત્કાર કર્યો હતો.

Read About Weather here

પિતરાઇ ભાઈએ બળજબરીથી બળાત્કાર કર્યો હતો અને કોઇને બતાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડીએસપી અનિલ પટિયાલે જણાવ્યું કે પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. વિદ્યાર્થિનું મેડિકલ પણ કરાવવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here