14 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા અપાશે

લોન ભરવામાં નિષ્ફળ ગયેલ 216 આસામીઓની મિલકત જપ્તનો આદેશ
લોન ભરવામાં નિષ્ફળ ગયેલ 216 આસામીઓની મિલકત જપ્તનો આદેશ

કલેકટર અરૂણ મહેશ બાબુના હસ્તે નાગરિકતા પત્ર એનાયત કરાશે


રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક પાકિસ્તાની હિન્દુઓને ભારતનો નાગરિકતા પત્ર એનાયત કરાયો છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ 14 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા માટેનો અરજીપત્ર સ્વીકારીને આગામી ગુરૂવારે પ્રમાણપત્ર આપશે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે.અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે.

જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

Read About Weather here

અત્રે નોંધનીય બાબત છે કે, વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા (હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચન) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here