13 વર્ષના સગીરને મામાએ માર માર્યો…!

13 વર્ષના સગીરને મામાએ માર માર્યો…!
13 વર્ષના સગીરને મામાએ માર માર્યો…!
ઘટનાને અંજામ આપનાર સુરત જેલના જેલર સહિતના લોકો સામે ગુનો નોંધાયો છે. શહેરમાં ૧૩ વર્ષના સગીરને મામા તથા માસીએ માર માર્યાની ઘટના સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં મામાએ છોકરાને હાથમાં લોખંડનો સળિયો મારીને ફ્રેક્ચર કરી નાખ્યું.  જ્યારે આ વાતની ફરિયાદ કરવા છોકરાએ પોતાના જેલર એવા નાનાને ફોન કર્યો તો તેમણે ફોનમાં ધમકાવ્યો હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે.

દ્રશ્યોમાં દેખાતા આ વ્યક્તિ શહેરના સીટીએમ વિસ્તારમાં રહીને ફર્નિચરનું કામ કરે છે. જેઓના ૧૫ વર્ષ પહેલા એક યુવતી સાથે પ્રેમ લગ્ન થયા હતા.સંતાનમાં તેમને ત્રણ બાળકો છે. પત્ની લગ્ન બાદ અવારનવાર ફોન પર કોઈની સાથે વાતો કરતી હોઈ પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હતા.

શનિવારે સવારે ફરિયાદી આશિષ ભાઈ કામ અર્થે ગયા ત્યારે પત્ની કોઈની સાથે વાત કરતી હતી. જેથી સંતાને તેના પિતાને ફોન કરીને આ અંગેની જાણ કરી અને પોતે દાણીલીમડામાં નાનીના ઘરે મમ્મીની ફરિયાદ કરવા જતો હોવાનું જણાવ્યું હતું.

બાદમાં રાત્રે પુત્રએ પિતાને ફોન કર્યો અને કહ્યું કે, ‘હું નાનીના ઘરે ગયો ત્યાં મામા અને માસી બંને હાજર હતા. મેં મમ્મી ફોન પર કોઈની સાથે વાતો કરવાની જાણ કરતા જ નાની ગુસ્સે થઈ ગયા અને મને ગંદી ગાળો આપી બહાર નીકળી જવા કહ્યું હતું જ્યારે મામા અને માસીએ ગડદાપાટુંનો માર માર્યો હતો.

આ દરમિયાન મામાએ લોખંડનો સળિયો લઈને હાથ પર માર્યો અને ધમકી આપી કે હવે તારી મમ્મીની ખોટી ફરિયાદ કરવા આવ્યો તો તને અને તારા પપ્પા બંનેને જાનથી મારી નાખીશ.

ડરેલો કિશોર તરત રીક્ષામાં બેસીને ત્યાંથી ભાગી ગયો અને પિતાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી. આ બાદ તેને એલ.જી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો.

જ્યાં તેનું ફ્રેક્ચર થયું હોવાનું જાણ થઈ હતી. આ બાદ આશિષ ભાઈએ સાસુ, સાળા તથા સાળી અને જેલર આર ડી શ્રીમાળી એવા સસરા વિરુદ્ધ દીકરાને માર મારવાની તથા ફોન પર ધમકાવવાની ફરિયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

તમામ આક્ષેપોને સાંભળીને પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. કોઈને કોઈ કારણોથી જેલર સસરા અને તેમનો પરિવાર તેઓને હેરાન કરી રહ્યો છે.

Read About Weather here

ત્યારે તમામ આક્ષેપોને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે.ફરિયાદી આશિષ ભાઈનો પણ આરોપ છે કે, તેઓએ અગાઉ પણ આવા ઝગડા થતા અરજી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here