120 કિલો માવો અને 20 કિલો થાબડીનો જથ્થો પકડયો

120 કિલો માવો અને 20 કિલો થાબડીનો જથ્થો પકડયો
120 કિલો માવો અને 20 કિલો થાબડીનો જથ્થો પકડયો

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે
માવો ડુપ્લીકેટ હોવાથી શંકાને આધારે સેમ્પલ લેવાયા
વેજીટેબલ ફેટવાળો માવો ખાવાથી હદયરોગ, સ્ટ્રોક અને કિડનીનું કેન્સર થઇ શકે છે: ડો.પંકજ રાઠોડ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે પોરબંદર તરફથી આવતો દૂધનો 120 કિલો માવો અને 20 કિલો થાબડીનો જથ્થો ઝડપી પાડ્યો છે. દૂધના માવાની અંદર મિલ્ક ફેટના બદલે વેજીટેબલ ફેટનો ઉપયોગ થયાનું બહાર આવ્યું છે. આથી આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, વેજીટેબલ ફેટવાળો માવો ખાવાથી હૃદયરોગ, સ્ટ્રોક અને કિડનનું કેન્સર થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

માવો ડુપ્લીકેટ હોવાની શંકાના આધારે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. માવાની સાથે શંકાસ્પદ થાબડીનો જથ્થો મળી આવ્યો છે. જેના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવશે. પોરબંદર-જૂનાગઢ તરફથી આ જથ્થા ભરેલી ગાડી આરોગ્ય વિભાગ દ્વારા રોકવામાં આવી હતી. જેમાં માવો અને થાબડીનો જથ્થો મળી આવ્યો હતો.

Read About Weather here

આરોગ્ય વિભાગની તપાસમાં આ માવાનો જથ્થો માણાવદર તાલુકાના મરમઠ ગામથી આવ્યો હતો. તેમજ મરમઠ ગામના હિરેન મોઢાએ રાજકોટ માવાનો જથ્થો મોકલ્યો હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ મહાનયરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે પોરબંદર તરફથી આવતો દૂધનો 120 કિલો માવો અને 20 કિલો થાબડીનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here