12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ

12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ
12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ
નવીનગરીમાં પાણીનો ભરાવો થતાં 300થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં રેકોર્ડ બ્રેક 18 ઇંચ વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સવારે 8 વાગ્યાથી વરસી રહેલો વરસાદ રાતના 8 વાગ્યે પણ અણનમ રહયો હતો. 12 કલાકમાં જ ડેડીયાપાડામાં 18 ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું.વનરાજીથી ઘેરાયેલાં ડેડીયાપાડા તાલુકામાં બે દિવસથી બારે મેઘ ખાંગા થઇ ગયાં છે. સમગ્ર તાલુકામાં 18 ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સોમવારે સવારે પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી.ડેડીયાપાડા ના મુખ્ય ત્રણે માર્ગો પર પાણી ફરી વળતાં બંધ થઇ ગયાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

ડેડીયાપાડા નગરમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. ડેડીયાપાડામાં નવીનગરીના વિસ્તારમાં ચારે તરફથી પાણી ભરાઈ ગયાં હતાં.મકાનોમાંથી 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને પ્રાથમિક શાળાના મકાનમાં રાખવામાં આવ્યાં છે. ધામણખાડીનાપુલ ઉપર પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો.ધામણ નદીના પાણી પટેલચાલી અને પારસી ટેકરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પ્રવેશી ગયાં હતાં.ડેડીયાપાડામાં મુશળધાર વરસી રહયો છે. હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.

સુકાઆંબા ગાામે તળાવ ઓવરફલો થતાં પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. આ સમયે ત્રણ મકાનોમાં રહેતાં લોકો ફસાઇ જતાં તેમને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.ડેડીયાપાડામાં 18 ઇંચ વરસાદ વરસતાં પીપલા– કંકાલા માર્ગ ધોવાઇ ગયો છે. જયારે ખતામથી કલતર જવાના માર્ગ પર તેમજ કરજણ નદીના નવાગામ પુલ પરથી પાણી ઓવરફલો થઇ વહી રહયાં છે. આ ઉપરાંત ખોખરાઉમર ગ્રામ પંચાયતની દિવાલ તુટી પડી હોવાના અહેવાલ છે. ચીકદાથી આંબાવાડી જવાનો આંતરિક માર્ગ ધોવાયો છે. માર્ગો ધોવાઇ જતા ગ્રામ્ય વિસ્તારોનો ડેડિયાપાડા તાલુકા મથક સાથેનો સંપર્ક તુટી ગયો છે.

Read About Weather here

રસ્તાઓ ચાલુ કરવા માટે ટીમો કામે લાગી છે.ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં થઇ રહેલાં મુશળધાર વરસાદના પગલે કરજણ ડેમમાં પાણીનો આવરો વધી જતાં ઇતિહાસમાં પ્રથમ વખત 9 દરવાજા ખોલી 2.10 લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે.રાજપીપળા નજીક આવેલાં કરજણ ડેમના નવ દરવાજા ખોલી નાંખવામાં આવ્યાં છે. પરંતુ ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહયો હોવાના કારણે ડેમની સપાટીમાં ઝડપથી વધારો થઇ રહયો હતો. ડેડીયાપાડા અને સાગબારા માં 12 કલાક માં 16 ઇંચ વરસાદ પડતાં કરજણ ડેમ ના ઉપરવાસમાં 2.48 લાખ ક્યુસેક પાણી ની આવક થઈ છે. ઇતિહાસ માં પ્રથમ વાર ડેમ ના 9 દરવાજા ખોલવામા આવ્યા છે. ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં વરસી રહેલાં મુશળધાર વરસાદના પગલે કરજણ ડેમ તેના રુલ લેવલને પાર કરી જતાં રવિવારે ચાર દરવાજા ખોલવામાં આવ્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here