દર ગુરુવારે ડિલરો પેટ્રોલ- ડીઝલની ખરીદી નહીં કરે: સીએનજીનું વેચાણ બપોરના 1 થી 2 વાગ્યા સુધી બંધ રહેશે
સરકાર પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરતી જ રહે છે. પ્રજાને ના છુટકે ભાવ વધારા સાથે પેટ્રોલ-ડીઝલ લેવું જ પડે છે. પરંતુ પેટ્રોલ-ડીઝલના માર્જીનમાં છેલ્લા ચાર વર્ષથી કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાથી તેના વિરોધમાં રાજ્યભરમાં 4500 કરતા વધુ પેટ્રોલ પંપ ડીલરોએ આગામી તા.12મી ઓગસ્ટ થી ‘ નો પરચેઝ’ આંદોલન કરવાનું એલાન જાહેર કર્યું છે.
Subscribe Saurashtra Kranti here
તા.12મી ઓગસ્ટ થી દર ગુરુવારે પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરશે નહિ જયારે એક કલાક સુધી સીએનજીનું વેચાણ બંધ રાખવામાં આવશે સીએનજીમાં દર બે વર્ષે વધારો થાય છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી કોઈ વધારો ન થતા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોશીએસન ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન અને હિન્દુ પેટ્રોલીયમ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવીને માર્જીનમાં વધારો કરવા માંગણી કરી છે.
પેટ્રોલ-ડીઝલના વધારો કરવામાં આવે છે. પરંતુ ડીલરોને માર્જીનમાં વધારો ન થતા આંદોલન કરવામાં આવશે ડીલરોને પેટ્રોલમાં રૂ.3.80 પૈસા, ડીઝલમાં રૂ.2.60 પૈસા અને સીએનજીમાં રૂ.1.60 પૈસા માર્જીન મળે છે. પરંતુ આ માર્જીન 2017 થી કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
Read About Weather here
રાજ્યમાં રોજ 70 થી 72 લાખ લીટર પેટ્રોલ અને 1.46 કરોડ લીટર ડીઝલનું વેચાણ થાય છે. પરંતુ ડીલરોના આંદોલનથી પેટ્રોલ-ડીઝલ ના વેચાણ પર અસર થશે. આ આંદોલનમાં રાજ્યભરના પેટ્રોલ અને ડીઝલના પંપધારકો અને સીએનજીના ડીલરો જોડાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here