11 વર્ષીય બાળકનું મોબાઈલ બ્લાસ્ટથી મોત…!

11 વર્ષીય બાળકનું મોબાઈલ બ્લાસ્ટથી મોત...!
11 વર્ષીય બાળકનું મોબાઈલ બ્લાસ્ટથી મોત...!

કોરોના મહામારીના ડર વચ્ચે બાળકો પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે ઓનલાઈન ક્લાસ કરવા લાગ્યા, પરંતુ જે ઘટના સામે આવી છે તેનાથી સૌ કોઈ હેરાન છે, જેમાં વાલીઓએ ખાસ ચેતવા જેવી બાબત છે.

Visit Saurashtra Kranti Homepage here

એક રિપોર્ટ અનુસાર વિયતનામ (Vietnam)માં ઓનલાઈન ક્લાસ (Online Class) અટેન્ડ કરી રહેલ એક 11 વર્ષીય બાળકનું મોબાઈલ બ્લાસ્ટ થતાં મોત નિપજ્યું છે.

કોરોના (Corona) મહામારીએ લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે. જ્યારે ચારેબાજુ કોરોનાએ કહેર વર્તાવતા જનજીવન થંભી ગયું હતું. એ સમય દરમિયાન બાળકોની શાળાઓ બંધ હોવાથી દરેક સ્થળે ઓનલાઈન ક્લાસનો (Online Education) સિલસિલો શરૂ થયો.

બાળક મોબાઈલ ચાર્જીંગ પર લગાવી ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહ્યો હતો તે દરમિયાન મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો. ત્યારે બ્લાસ્ટમાં દાઝી જવાના કારણે બાળકનું મોત થયું છે. આ સમાચાર સાંભળી લોકોના હોશ ઉડી ગયા છે.

જાણકારી અનુસાર વિયતનામમાં ઓનલાઈન ક્લાસ દ્વારા શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે એક 11 વર્ષનો બાળક સ્કૂલ દ્વારા મોકલવામાં આવેલ વીડિયો લીંક દ્વારા ઘર પરથી જ ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહ્યો હતો.

Read About Weather here

શિક્ષણ અધિકારી અનુસાર બાળક મોબાઈલ ચાર્જીંગ પર લગાવી ક્લાસ કરી રહ્યો હતો જેમાં બાળકે ઈયરફોન પણ લગાવ્યા હતા. પરંતુ આ દરમિયાન અચાનક વિસ્ફોટ થયો જેથી બાળકનું મોત નિપજ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here